Not Set/ રાહત-બચાવ દરમિયાન વારાણસીનાં ડીએમ દીવાલની સાથે નીચે પડી ગયા, જુઓ વીડિયો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સંસદીય મત વિસ્તાર વારાણસી આ દિવસોમાં પૂરની ચપેટમાં છે. એનડીઆરએફની ટીમ પરેશાન અને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે દરેક સમયે કામ કરી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર લોકોને વિશ્વાસ આપી રહ્યુ છે કે મુશ્કેલીની આ ઘડીમાં તેઓ તેમની સાથે છે, કોઈને પણ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. જીલ્લા વહીવટી તંત્રનાં પટવાડી […]

Top Stories India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સંસદીય મત વિસ્તાર વારાણસી આ દિવસોમાં પૂરની ચપેટમાં છે. એનડીઆરએફની ટીમ પરેશાન અને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે દરેક સમયે કામ કરી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર લોકોને વિશ્વાસ આપી રહ્યુ છે કે મુશ્કેલીની આ ઘડીમાં તેઓ તેમની સાથે છે, કોઈને પણ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. જીલ્લા વહીવટી તંત્રનાં પટવાડી હોય કે ખુદ કલેકટર, સાહેબ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા મેદાને છે. જો કે આ રાહત-બચાવ દરમિયાન વારાણસીનાં કલેક્ટર સુરેન્દ્રસિંહ સાથે એક અકસ્માત સર્જાયો હતો.

Image result for VARANASI DM

ડીએમ સુરેન્દ્રસિંહ પૂરગ્રસ્ત કોલોનીની મુલાકાત લઈ રહ્યા હતા. મદદ આપવા માટે તે એક દુઃખી પરિવારનાં ઘરે ગયા. તસવીરોથી તે સ્પષ્ટ થાય છે કે તેઓ ઘરની છત પર છે. સહાય વિતરણ કરતી વખતે અચાનક જ ઘરની દિવાલ પડી અને તેઓ સીધા એનડીઆરએફની બોટમાં પડી ગયા. સારી વાત એ રહી કે આ અકસ્માત થયો તે સમયે તેમની નજીક એનડીઆરએફની બોટ હતી. ડીએમ પાણીમાં પડવાને બદલે બોટ પર પડ્યા અને તેમને સામાન્ય ઈજા પહોંચી. પરંતુ તેમની જુસ્સો ઓછો થયો નહોતો. ભાર ઘટાડવા માટે તેઓએ બોટમાં મુકેલી ઇંટો ફેંકવાનું શરૂ કરી દીધુ હતુ.

ઈજા બાદ, તે તેમના નિવાસસ્થાને ગયા અને પ્રાથમિક સારવાર બાદ, તે ફરી એકવાર મદદ માટે બહાર આવ્યા. આપને જણાવી દઇએ કે, પૂરની સૌથી વધુ અસર વારાણસીનાં ઢાબ વિસ્તારમાં થઈ છે. પૂર પીડિતોને રાહત સામગ્રીનું વિતરણ કર્યા પછી તેમણે કહ્યું હતું કે તંત્ર પીડિતોને મદદ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. પૂરની પરિસ્થિતિ પર નજર રાખવા માટે મોનિટરિંગ સેન્ટરથી 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.