Not Set/ વારાણસી: મૃતક લોકોના પરિવારથી પોસ્ટમોર્ટમ માટે માગ્યા ૩૦૦ રૂપિયાની લાંચ

વારાણસી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં નિર્માણાધીન ફ્લાયઓવર પડતા 15 લોકોના મોત થયા છે. આ ઘટના પછી સરકારે ઘટનાની તપાસના નિર્દેશ આપ્યા હતા. પરંતુ હવે એવો ખુલાસો થયો છે કે જે કોઈને પણ આશ્ચર્યચકિત કરી દે એવો છે. જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, પરંતુ જયારે મૃતકોના પરિવારજન પોસ્ટમોર્ટમ કરાવવા પહોંચ્યા […]

Top Stories India
વારાણસી: મૃતક લોકોના પરિવારથી પોસ્ટમોર્ટમ માટે માગ્યા ૩૦૦ રૂપિયાની લાંચ

વારાણસી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં નિર્માણાધીન ફ્લાયઓવર પડતા 15 લોકોના મોત થયા છે. આ ઘટના પછી સરકારે ઘટનાની તપાસના નિર્દેશ આપ્યા હતા. પરંતુ હવે એવો ખુલાસો થયો છે કે જે કોઈને પણ આશ્ચર્યચકિત કરી દે એવો છે. જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, પરંતુ જયારે મૃતકોના પરિવારજન પોસ્ટમોર્ટમ કરાવવા પહોંચ્યા ત્યારે તેમની પાસેથી લાંચ લેવામાં આવી હતી જે કારણે આ મામલો ચગ્યો છે.

જૌનપુરના જીતેન્દ્ર યાદવના પરિવારના 5 કુટુંબીઓની આ દુર્ઘટનામાં મોત નીપજી હતી. જયારે જીતેન્દ્ર બનારસ હિંદુ યુનિવર્સીટીના કેમ્પસમાં પોસ્ટમોર્ટમ કરવા પહોંચ્યા ત્યારે સ્ટાફના લોકોએ તેમની પાસેથી 300 રૂપિયા પ્રતિ મૃત શરીર દીઠ લેવાની લાંચ માગી હતી.

જીતેન્દ્રના કહ્યા પ્રમાણે, એક સ્ટાફે તેમને પોસ્ટમોર્ટમ માટે 300 રૂપિયા માગ્યા હતા, અને જણાવ્યું હતું કે પૈસા આપ્યા બાદ જ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સાથો-સાથ તેમને આરોપ લગાવ્યો હતો કે સ્ટાફ બધાના પાસેથી પૈસા માંગતા હતા.

આ ખુલાસા માટે જયારે યુપીના ઉપમુખ્યમંત્રી દિનેશ શર્માને પૂછવામાં આવ્યું ત્યારે તેમેણ જણાવ્યું હતું કે સ્ટાફ મેમ્બરે આવું કૃત્ય કર્યું છે તેમના પર કદન કાર્યવાહી કરવામાં આવશે. સાથે વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકાર ભ્રષ્ટાચારને ક્યારેય સહન નહિ કરે.

આ મામલામાં સસ્પેન્ડ કરવામાં આવેલા ઓફિસરોમાં ચીફ પ્રોજેક્ટ મેનેજર એચસી તિવારી, પ્રોજેક્ટ મેનેજર રાજેન્દ્ર સિંહ સાથે કે. આર સુદાન અને એક અન્ય રાજ્ય સેતુ નિગમના એક કર્મચારી લાલચંદ સંકળાયેલા હતા.