Banaskantha/ વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરનો…….

Top Stories Gujarat Others
Image 2024 06 13T151730.648 વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

Banaskantha: 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરનો ભવ્ય વિજય થતાં આજે વાવના ધારાસભ્યના પદ પરથી પોતાનું રાજીનામું આપ્યું છે. વાવ બેઠક ખાલી રહેતા કોંગ્રેસ આ નેતાઓને ટિકિટ આપી પોતાની આબરૂ બચાવી શકે છે.

બનાસકાંઠાની વાવ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. વાવ બેઠક પર ગેનીબેને સતત જીત મેળવી છે. તેઓ સાંસદ બનતાં હવે ફરીથી પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ વાવ બેઠક પર કોને ટિકિટ આપે છે તેની અટકળો થઈ રહી છે. હાલમાં જે ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે તેમાં ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરશી રબારીના નામો આગળ છે.

ઠાકરશી રબારી

કોંગ્રેસનાં ઠાકરશી રબારીને ટિકિટ મળે તેવી અટકળો થઈ રહી છે. રબારી સમાજે ગેનીબેનને જીતાડવા માટે મત આપ્યા હોવાથી અહીં જ્ઞાતિગત સમીકરણો જોવા મળી રહ્યાં છે. ઠાકરશી રબારી વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચુક્યા છે.

ગુલાબસિંહ રાજપૂત

માહિતી મુજબ સ્થાનિક કાર્યકર્તાઓએ ગુલાબસિંહ રાજપૂતનું નામ આગળ ધર્યું છે. ગુલાબસિંહ રાજપૂત થરાદના પૂર્વ ધારાસભ્ય છે. ગેનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણીમાં જીતાડવા તનતોડ મહેનત કરી હતી.

લોકસભાની ચૂંટણીમાં ભાજપનું 26માંથી 26 બેઠક જીતવાનું સપનું તૂટ્યું છે. ગેનીબેન ઠાકોરના વિજયથા ભાજપનો વિજયરથ હાલપૂરતો ગુજરાતમાં થંભી ગયો છે. ગેનીબહેનના સાંસદ બનવાથી વાવ બેઠક પર ફરીથી ચૂંટણી યોજાશે, ત્યારે ભાજપે વાવ બેઠક પોતાની કરવા એડીચોટીનું જોર લગાવવું પડશે. વાવનો ધારાસભ્ય ભાજપનો જ હોય તે માટે ભાજપ બદી મહેનત કરવા મેદાને ઊતરી ગયું છે. કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભાજપે મજબૂત ઉમેદવાર ઊભો રાખવો પડશે. આ વખતે શું ફરીથી પક્ષપલટો થશે કે નેતાઓ પોતાની મહેનતે ચૂંટણી જીતશે તેના પર સૌની નજર છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ

આ પણ વાંચો: મહેસાણાનાં વિજાપુરમાં તસ્કરોનો આતંક, લાખો રૂપિયાની લૂંટ

આ પણ વાંચો: જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ