Not Set/ આ રીતે બનાવો વેજીટેબલ કબાબ, બનશે ક્રિસ્પી અને તેલ પણ નહીં ભરાય

વેજીટેબલ કબાબ🔴 વેજીટેબલ કબાબ બનાવવા માટેની સામગ્રી: 5 નંગ બાફેલા બટાકા છીણેલા 1 નંગ ગાજર છીણેલું 1 કપ વટાણા અધકચરા બાફેલા 1 કેપ્સિકમ ઝીણો સમારેલો 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી 1 કપ ઝીણી સમારેલી કોથમીર 3 નંગ ઝીણા સમારેલા લીલા મરચા 1 કપ બાફેલા મકાઈના દાણા 1 ચમચી લીંબુનો રસ 1 મોટી ચમચી આદુની પેસ્ટ […]

Food Lifestyle
Veg Kabab આ રીતે બનાવો વેજીટેબલ કબાબ, બનશે ક્રિસ્પી અને તેલ પણ નહીં ભરાય

વેજીટેબલ કબાબ🔴

વેજીટેબલ કબાબ બનાવવા માટેની સામગ્રી:
5 નંગ બાફેલા બટાકા છીણેલા
1 નંગ ગાજર છીણેલું
1 કપ વટાણા અધકચરા બાફેલા
1 કેપ્સિકમ ઝીણો સમારેલો
1 નંગ ઝીણી સમારેલી ડુંગળી
1 કપ ઝીણી સમારેલી કોથમીર
3 નંગ ઝીણા સમારેલા લીલા મરચા
1 કપ બાફેલા મકાઈના દાણા
1 ચમચી લીંબુનો રસ
1 મોટી ચમચી આદુની પેસ્ટ
1 ચમચી ધાણાજીરું પાવડર
1 ચમચી શેકેલા જીરાનો પાવડર
1 ચમચી ગરમ મસાલો
1 ચમચી હળદર
1 કપ બ્રેડ ક્રમ્સ
1 ચમચી ચાટ મસાલો
1 કપ કાચા મકાઈના પૌવાનો ભૂકો
મીઠું સ્વાદ મુજબ
તેલ તળવા માટે

સ્લરી બનાવવા માટે
4 મોટી ચમચી કોર્ન ફ્લોર
1.5 કપ પાણી

વેજીટેબલ કબાબ બનાવવા માટેની રીત:
➡️ સૌપ્રથમ એક બાઉલ લઈ તેમાં છીણેલા બાફેલા બટાકા લો. પછી તેમાં બધા વેજીટેબલ્સ ઉમેરી લીંબુનો રસ, આદુની પેસ્ટ, ધાણાજીરું, મીઠું, શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો, હળદર, બ્રેડ ક્રમ્સ અને ચાટ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેના એકસરખા ગોળા બનાવી તેની ટિક્કી બનાવી લો
➡️ હવે તેને 15 મિનિટ માટે ફ્રીઝમાં મૂકો. પછી તેને બહાર કાઢી લો. પછી તેલ ગરમ કરવા મૂકો. પછી કબાબને કોર્ન ફ્લોરની સ્લરી બનાવી તેમાં આ ટીક્કીને ડીપ કરી પછી મકાઈના પૌંઆના ભૂકામાં રગદોળી તેને ગરમ તેલમાં તેને તળી લો. તો તૈયાર છે વેજીટેબલ કબાબ જેને લીલી ચટણી અને લચ્છા સલાડ સાથે સર્વ કરો
Note: મકાઈના પૌવા નો ભૂકો વાપરવાથી કબાબ નો ઉપરનું લેયર ખૂબ જ ક્રિસ્પી બને છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.

આ પણ વાંચો-  Health / ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ
આ પણ વાંચો-  રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા
આ પણ વાંચો-   ઘરની બહાર નીકળતાં પહેલાં કરશો આ કામ, તો ચોક્કસપણે મળશે સફળતા
આ પણ વાંચો-  માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ
આ પણ વાંચો-   રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા

આ પણ વાંચો-  લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવીને પીવો, મળશે આટલા અક્સિર ફાયદા!
આ પણ વાંચો-  ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ

આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ

આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…