Not Set/ જાણીતા અભિનેત્રી રીટા ભાદુરીનું 62 વર્ષે નિધન

મુંબઇ જાણીતી અભિનેત્રી રીટા ભાદુરીનું 62 વર્ષની વયે કીડની ફેઇલ જવાને કારણે નિધન થયું છે. છેલ્લાં ઘણાં સમયથી કીડનીના રોગથી પીડાતા રીટા ભાદુરી 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. એક્ટર શીશીર શર્માએ તેમને ફેસબુક પર લખ્યું હતું કે રીટા ભાદુરીનો આત્મા આપણને સૌને છોડીને તેમની અંતિમ સફર માટે નીકળી ચુક્યો […]

Top Stories
rita bhaduri જાણીતા અભિનેત્રી રીટા ભાદુરીનું 62 વર્ષે નિધન

મુંબઇ

જાણીતી અભિનેત્રી રીટા ભાદુરીનું 62 વર્ષની વયે કીડની ફેઇલ જવાને કારણે નિધન થયું છે. છેલ્લાં ઘણાં સમયથી કીડનીના રોગથી પીડાતા રીટા ભાદુરી 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

એક્ટર શીશીર શર્માએ તેમને ફેસબુક પર લખ્યું હતું કે રીટા ભાદુરીનો આત્મા આપણને સૌને છોડીને તેમની અંતિમ સફર માટે નીકળી ચુક્યો છે.તેમની અંતિમ ક્રિયા 17 જુલાઇએ અંધેરી(ઇ)ના પારસીવાડા રોડ પર આવેલા સ્મશાનગૃહમાં કરવામાં આવશે.તે એક અદભુત વ્યક્તિ હતા અને અમારા સૌની માતા હતા..

કીડનીની સમસ્યાથી પીડાતા રીટા ભાદુરીને આંતરા દિવસે  ડાયાલીસીસ  લેવું પડતું હતું,જો કે તેમ છતાં તેઓ શુટીંગ પર સમયસર પહોંચી જતા હતા.

અનેક ગુજરાતી ફિલ્મોમાં ચમકેલાં રીટા ભાદુરીએ 20 જેટલી ટીવી સીરીયલોમાં કામ કર્યું હતું,જેમાં કુમકુમ મુખ્ય હતી.રીટા ભાદુરીની નીમ કી મુખિયા પણ જાણીતી સીરીયલ હતી.