નિધન/ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના ખાસ એવા ઓસ્કાર ફર્નાન્ડિઝનું નિધન

ઓસ્કાર ફર્નાન્ડિઝ કોંગ્રેસના સોનિયા ગાંધી અને રાહુલના સૌથી નજીક હતા. તેમણે યુપીએ સરકારમાં માર્ગ પરિવહન પ્રધાન તરીકે સેવા આપી હતી

Top Stories
congress 2 કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના ખાસ એવા ઓસ્કાર ફર્નાન્ડિઝનું નિધન

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના ખાસ એવા ઓસ્કાર ફર્નાન્ડિઝનું નિધન થયું છે. આ કોંગ્રેસના નેતા બિમાર હતા તેમને મેંગ્લુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આ વાતની પુષ્ટિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે, ટૂંક સમયમાં નિવેદન પણ જારી કરવામાં આવશે. 80 વર્ષીય ઓસ્કાર ફર્નાન્ડિઝ લાંબા સમયથી બીમાર હતા અને થોડા અઠવાડિયાથી તેમને મેંગલુરુમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે યોગ કરતી વખતે તેમને ઈજાઓ પણ થઈ હતી, ત્યારબાદ તેમની તબિયત લથડી હતી. ઓસ્કાર ફર્નાન્ડિઝ ગાંધી પરિવારની નજીક હતા

congress 1 કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના ખાસ એવા ઓસ્કાર ફર્નાન્ડિઝનું નિધન

ઓસ્કાર ફર્નાન્ડિઝ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના સૌથી નજીકના લોકોમાંના એક હતા. તેમણે યુપીએ સરકારમાં માર્ગ પરિવહન પ્રધાન તરીકે સેવા આપી હતી. ઓસ્કાર ફર્નાન્ડિઝ હજી પણ રાજ્યસભાના સાંસદ હતા. યુપીએ સરકારની બંને બાબતમાં મંત્રી તરીકે સેવા આપી હતી ઓસ્કાર ફર્નાન્ડિઝ લાંબા સમયથી ગાંધી પરિવાર સાથે કામ કરી રહ્યા છે . ફર્નાન્ડીઝ રાજીવ ગાંધીના સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે.

1980માં કર્ણાટકની ઉડપ્પી લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ 1996 સુધી તેઓ અહીંથી જીતતા રહ્યા હતા. ૧૯૯૮ માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા ત્યારથી તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે સંસદ સભ્ય રહ્યા હતા.