INDvsAUS/ દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સીરીઝને લઇને કરી ભવિષ્યવાણી, જણાવ્યો શું રહેશે ગેમ પ્લાન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આતુરતાથી રાહ જોવાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત 4 મેચની ટેસ્ટ સીરીઝને હવે ઓછા દિવસ બાકી છે. વળી, ક્રિકેટ જગતનાં દિગ્ગજોએ આ શ્રેણી વિશે પોતાની આગાહીઓ શરૂ કરી દીધી છે. 17 ડિસેમ્બરથી શરૂ થનારી આ સિરીઝની શરૂઆત એડિલેડમાં પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચથી થશે, જેના માટે ભારતીય ટીમ સિડનીમાં 3 દિવસીય વોર્મ-અપ […]

Top Stories Sports
Diwali 21 દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સીરીઝને લઇને કરી ભવિષ્યવાણી, જણાવ્યો શું રહેશે ગેમ પ્લાન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આતુરતાથી રાહ જોવાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અંતર્ગત 4 મેચની ટેસ્ટ સીરીઝને હવે ઓછા દિવસ બાકી છે. વળી, ક્રિકેટ જગતનાં દિગ્ગજોએ આ શ્રેણી વિશે પોતાની આગાહીઓ શરૂ કરી દીધી છે. 17 ડિસેમ્બરથી શરૂ થનારી આ સિરીઝની શરૂઆત એડિલેડમાં પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચથી થશે, જેના માટે ભારતીય ટીમ સિડનીમાં 3 દિવસીય વોર્મ-અપ મેચમાં ભાગ લઈ રહી છે.

દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટ સીરીઝને લઇને કરી આગાહી

શ્રેણી પહેલા, ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલેએ ઓસ્ટ્રેલિયા સામેની ભારતીય ટીમનાં પ્રદર્શન વિશે પોતાની આગાહી કરી હતી અને શ્રેણીમાં શું જોઈ શકાય છે તે કહ્યું છે. આ ઉપરાંત આ બંને ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે જીતવા ગેમ પ્લાન પણ કહ્યો છે, જે અંતર્ગત ભારતીય ટીમ 2018-19 નાં કારનામાને પુનરાવર્તિત કરવામાં સફળ થઈ શકે છે.

રાહુલ દ્રવિડની સલાહ

આ વિશે વાત કરતાં ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન અને એનસીએ ચીફ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, ‘મને ખાતરી છે કે અમારી પાસે બોલિંગ એટેક છે જે ઓસ્ટ્રેલિયામાં 20 વિકેટ લઈ શકે પરંતુ જો તેઓ આ ટૂર પર જીતવા માંગતા હોય તો ટીમનાં અન્ય ખેલાડીઓએ પૂજારા બનવું પડશે. આ પહેલા પૂજારાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 500 થી વધુ રન બનાવ્યા હતા, તેથી ટીમમાં કોઈ અન્ય ખેલાડીએ પૂજારા જેવી રમત બતાવવી પડશે, તમે વિરાટ કોહલી પાસેથી આની અપેક્ષા કરી શકતા નથી કારણ કે તે પહેલી મેચ પછી ભારત પરત આવી રહ્યો છે, આવી સ્થિતિમાં, ટીમનાં અન્ય ખેલાડીએ જવાબદારી લેવાની જરૂર છે. જો તેમ ન થાય તો ભારત શ્રેણીમાં હારશે.

અનિલ કુંબલેની સલાહ

બીજી તરફ ટીમનાં પૂર્વ કોચ અને કેપ્ટન અનિલ કુંબલેનું માનવું છે કે જો ભારતીય ટીમ પ્રથમ મેચ જીતે છે, તો તે ફરી એકવાર શ્રેણી જીતી લેશે, તેથી એડિલેડમાં પહેલી મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…