Not Set/ માર્કેટયાર્ડ હડતાલનો બીજો દિવસ, સૌરાષ્ટ્ર-ઉ.ગુજરાતનાં યાર્ડ અચોક્કસ મુદત માટે બંઘ

કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં પ્રસ્તાવિત 1 કરોડ રૂપિયાથી વધુની રોકડ ઉપાડ ઉપર બે ટકા ટીડીએસના વિરોધમાં આજે ઊંઝા APMC સહિત ઉત્તર ગુજરાતનાં મોટાભાગના માર્કેટયાર્ડો અચોક્ક્સ મુદ્દતની હડતાળમાં જોડાયા છે. આપને જણાવી દઇએ કે, અને સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં યાર્ડમાં આ મામલે જ હડતાલનો આજે બીજો દિવસ છે. તો સાથે સાથે કેટલાંક ગંજબજારો પણ અચોક્ક્સ મુદ્દતની હડતાળમાં આજે […]

Top Stories Gujarat Others
yard.PNG1 માર્કેટયાર્ડ હડતાલનો બીજો દિવસ, સૌરાષ્ટ્ર-ઉ.ગુજરાતનાં યાર્ડ અચોક્કસ મુદત માટે બંઘ

કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં પ્રસ્તાવિત 1 કરોડ રૂપિયાથી વધુની રોકડ ઉપાડ ઉપર બે ટકા ટીડીએસના વિરોધમાં આજે ઊંઝા APMC સહિત ઉત્તર ગુજરાતનાં મોટાભાગના માર્કેટયાર્ડો અચોક્ક્સ મુદ્દતની હડતાળમાં જોડાયા છે. આપને જણાવી દઇએ કે, અને સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં યાર્ડમાં આ મામલે જ હડતાલનો આજે બીજો દિવસ છે. તો સાથે સાથે કેટલાંક ગંજબજારો પણ અચોક્ક્સ મુદ્દતની હડતાળમાં આજે જોડાયા છે.

એક કરોડની રોકડ પર બે ટકા ટીડીએસ કપાતનો વેપારીઓ દ્વારા વિરોધ કરાય રહ્યો છે. જેના ભાગરૂપે ઉંઝાનું APMC માર્કેટયાર્ડ બંધ રહ્યું છે. તો બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ માર્કેટયાર્ડ પણ બંધ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રૂ.એક કરોડના રોકડ વ્યવહારમાં બે ટકા ટીડીએસ કાપવાનો નિર્ણય લેવાતા તેના પડઘા માર્કેટયાર્ડના વેપારીઓમાં પડ્યા છે. વેપારીઓએ વિરોધ દર્શાવી આ નિર્ણય પરત લેવાની માંગણી કરી છે.

આપને જણાવી દઇએ કે, આ હડતાળને કારણે એકલાં ઊંઝા APMCમાં જ અંદાજે 5થી 10 કરોડનાં રોજેરોજનાં કામકાજ અટકી ગયા છે. જો હડતાળમાં જોડાયેલી તમામ APMC- માર્કેટયાર્ડોની વાત કરીયે તો આ કામકાજનો આંકડો કરોડોમાં પહોંચે છે.

આ તરફ બે ટકા ટીડીએસ કપાતનો વિરોધ સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળ્યો છે. સતત બીજા દિવસે પણ જિલ્લાના તમામ માર્કેટયાર્ડ બંધ રહ્યા છે. સરકાર દ્વારા એક કરોડના ટર્ન ઓવર પર TDS મામલે વેપારીઓએ સખત વિરોધ દર્શાવ્યો છે. વિસ્તાર અને જિલ્લાનાં તમામ APMC માર્કેટયાર્ડ બંધમાં જોડાયા છે. સૌરાષ્ટ્રનાં તમામ સહિત થરાદ, લાખણી, દિયોદર, થરા, ભાભર, ધાનેરાનાં માર્કેટયાર્ડ બંધ રહ્યા છે. બે ટકા ટીડીએસ કપાતના વિરોધમાં મોડાસા સહિત અરવલ્લી જિલ્લાના છ માર્કેટયાર્ડ હડતાળ પર ઉતર્યા છે.

માર્કેટયાર્ડ બંધ હોવાથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓની માંગ છે કે, એક કરોડ પર બે ટકા ટીડીએસના બદલે પાંચ કરોડ પર બે ટકા ટીડીએસ કપાત કરવામાં આવે. જો કે, માર્કેટયાર્ડ બંધ હોવાથી દૂરથી આવેલા ખેડૂતોને ધોયેલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે. એક તો વરસાદી સીઝનનાં કારણે માલનું પરિવહન પહેલેથી જ કપરુ આંકવામાં આવે છે, ત્યારે યાર્ડોમાં હડતાલનાં કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પારાવાર વધારો થયેલો જોવામાં આવી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.