Vibrant Gujarat 2024/ CMના હસ્તે લોગો, વેબસાઈટ અને એપ્લિકેશનનું લોંચિંગ, જાણો ક્યારે યોજાશે સમિટ

જાન્યુઆરી-2024માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનને લઈ ગાંધીનગરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ

Gandhinagar Gujarat Trending
Mantavyanews 1 11 CMના હસ્તે લોગો, વેબસાઈટ અને એપ્લિકેશનનું લોંચિંગ, જાણો ક્યારે યોજાશે સમિટ

ગાંધીનગરઃ જાન્યુઆરી 2024માં યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈ રાજ્ય સરકારે વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોગો તેમજ વેબસાઈટ અને એપ્લિકેશનનું લોંચિંગ કરવામાં આવ્યું છે. આગામી 10,11 અને 12મી જાન્યુઆરીના રોજ આ સમિટનું આયોજન થશે.

ગુજરાતના આંગણે દર બે વર્ષે વાઈબ્રન્ટ સમિટનું આયોજન થાય છે. આ સમિટમાં કરોડો રૂપિયાના રોકાણ થતા હોય છે. જાન્યુઆરી-2024માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનને લઈ ગાંધીનગરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આજે સમિટનો લોગો તેમજ વેબસાઈટ અને એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે.

બીજી તરફ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાંચ MoU પણ કરવામા આવ્યા છે. કુલ 1,095 કરોડ રૂપિયાના સંભવિત રોકાણો રાજ્યમાં આવશે. એટલું જ નહીં, આના પરિણામે આગામી વર્ષમાં 1,230 જેટલા રોજગાર અવસર પણ ઊભા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગામી વાયબ્રન્‍ટ સમિટની શરૂઆત પૂર્વે જ રાજ્ય સરકારે રાજ્યમાં મૂડીરોકાણો મેળવવા માટે વિવિધ ઉદ્યોગકારો સાથે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જે MoU થયા છે એમાં પ્લાસ્ટિક, ટેક્સટાઇલ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ અને પેકેજિંગ મટીરિયલ ક્ષેત્રે કરવામાં આવ્યા છે, જેમાં નવા એકમો સ્થાપવામાં આવશે. આ નવા એકમો થકી રાજ્યમાં રોજગારીનું સર્જન પણ થશેય

દિશાદર્શનમાં આગામી વાયબ્રન્‍ટ સમિટની શરૂઆત પૂર્વે જુલાઈ-2023થી અત્યાર સુધીમાં સાત તબક્કામાં કુલ રૂ. 13,536 કરોડના સંભવિત રોકાણો માટેના MoU થયા છે. આ MoU સાકાર થતાં 50,717 જેટલી નોકરીની તકો રાજ્યમાં ઊભી થશે.