Not Set/ #Video/ કોરોના કહેર વચ્ચે પાકનું સીઝફાયર, જવાબમાં ભારતે તેના આતંકી ઠેકાણા કર્યા નષ્ટ

જમ્મુ-કાશ્મીરનાં કુપવાડામાં કેરન સેક્ટર પર પાકિસ્તાને યુદ્ધ વિરામ ઉલ્લંઘન કર્યા બાદ ભારતે પ્રતિક્રિયા આપી છે. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાનનાં ફાયરિંગના જવાબમાં ભારતીય સેના દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીથી ઘણા પાક આતંકવાદીઓ માટે બનાવવામાં આવેલા લોંચ પેડ્સ, અસલહા અને ચોકીઓ નષ્ટ થઇ છે. ભારતીય સૈન્યનાં વળતા હુમલા અને તેનાથી પાકને થતુ નુકસાનનો વીડિયો પણ સામે આવ્યો […]

India

જમ્મુ-કાશ્મીરનાં કુપવાડામાં કેરન સેક્ટર પર પાકિસ્તાને યુદ્ધ વિરામ ઉલ્લંઘન કર્યા બાદ ભારતે પ્રતિક્રિયા આપી છે. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે, પાકિસ્તાનનાં ફાયરિંગના જવાબમાં ભારતીય સેના દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીથી ઘણા પાક આતંકવાદીઓ માટે બનાવવામાં આવેલા લોંચ પેડ્સ, અસલહા અને ચોકીઓ નષ્ટ થઇ છે. ભારતીય સૈન્યનાં વળતા હુમલા અને તેનાથી પાકને થતુ નુકસાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જે ડ્રોનથી બનાવવામાં આવ્યો છે.

ગુરુવારે સાંજથી પાકિસ્તાની સેના ફાયરિંગ કરી રહી હતી, જેમાં સેનાની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સૈનિકોએ રાત્રે 1 વાગ્યાની આસપાસ ઉરી અને કેરન સેક્ટરમાં ભારતીય સૈન્યનાં અડ્ડાઓ પર ગોળીબાર કર્યો હતો. જેમાં કોઈ જાનહાનિ થયાનાં સમાચાર નથી. જે બાદ ભારતીય સેનાએ પણ જવાબ આપ્યો હતો.

પાક આર્મી દ્વારા ઉગ્ર ફાયરિંગનો જવાબ આપતા ભારતીય સેનાએ તેના ઘણા બંકરોને નષ્ટ કર્યા છે. આ હુમલામાં પાકિસ્તાની સૈનિકો પણ મૃત્યુ પામ્યા કે નહીં, તે અંગેની માહિતી અત્યારે ઉપલબ્ધ નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે, કોરોનાનો કહેર શરૂ થયો ત્યારથી પાકિસ્તાની સૈન્ય દ્વારા ગોળીબાર પણ વધ્યો છે. પાકિસ્તાની સેના માટે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવું નવી વાત નથી. પાક આર્મી ઘણીવાર ભારતીય સેનાની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં તોપમારો કરતી રહે છે. જે બાદ ભારતીય સૈન્ય યોગ્ય જવાબ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.