Not Set/ લોકડાઉન વધશે કે નહી? મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં PM મોદી કરશે નિર્ણય

  કોરોના વાયરસથી બચવા અને તેના ખતરનાક ચેપને રોકવા માટે 21 દિવસનું લોકડાઉન દેશભરમાં ચાલી રહ્યું છે. લોકડાઉનનો સમય 14 એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહી છે. જનતા હવે જાણવા માગે છે કે શું લોકડાઉનનો સમય વધારવામાં આવશે? આપને જણાવી દઈએ કે, પીએમ મોદી આજે દેશનાં રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવા જઇ રહ્યા છે અને માનવામાં […]

India
 

કોરોના વાયરસથી બચવા અને તેના ખતરનાક ચેપને રોકવા માટે 21 દિવસનું લોકડાઉન દેશભરમાં ચાલી રહ્યું છે. લોકડાઉનનો સમય 14 એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહી છે. જનતા હવે જાણવા માગે છે કે શું લોકડાઉનનો સમય વધારવામાં આવશે? આપને જણાવી દઈએ કે, પીએમ મોદી આજે દેશનાં રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવા જઇ રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ લોકડાઉન વધારવા અથવા સમાપ્ત કરવા માટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ પીએમ મોદી રાષ્ટ્રનાં નામ સંબોધન કરી શકે છે.

જો કે, WHO એ મીટીંગનાં એક દિવસ પહેલા નિવેદન જારી કર્યું છે કે કોરોના વાયરસનાં ચેપને રોકવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધો જો ઉતાવળમાં દૂર કરવામાં આવે તો જીવલેણ પરિણામો સામે આવી શકે છે. આપને જણાવી દઈએ કે ઘણા રાજ્યોએ લોકડાઉન વધારવાની સંમતિ આપી છે. આ દરમિયાન પંજાબ પણ ઓડિશા પછી લોકડાઉન વધારનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે. પંજાબે લોકડાઉન 1 મે સુધી લંબાવ્યું છે, જ્યારે ઓડિશાએ 30 એપ્રિલ સુધી લંબાવ્યું છે. આ પહેલા વડા પ્રધાન તમામ પક્ષનાં નેતાઓ સાથે લોકડાઉન પર ચર્ચા કરી તેમના મંતવ્યો જાણી ચુક્યા છે. મોટાભાગની પાર્ટીઓ લોકડાઉન વધારવાનાં પક્ષમાં પણ હતી.

જણાવી દઇએ કે, બુધવારે પીએમ વતી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંસદમાં વિવિધ પક્ષોનાં સંસદીય પક્ષોનાં નેતાઓ સાથેની બેઠકમાં વડા પ્રધાને લોકડાઉન વધારવાનાં સંકેત આપ્યા હતા. વડા પ્રધાને કહ્યું હતું કે, તેઓ શનિવારે આ અંગે તમામ મુખ્યમંત્રીઓનો અભિપ્રાય પણ લેશે. લગભગ તમામ પક્ષકારોએ લોકડાઉન વધારવાની સંમતિ આપી હતી. આ અગાઉ તેલંગાણા, યુપી, મધ્યપ્રદેશ સહીત કેટલાક અન્ય રાજ્યોનાં મુખ્યમંત્રીઓએ વડા પ્રધાનને પત્ર લખીને લોકડાઉન અવધિ વધારવાની અપીલ પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.