Not Set/ VIDEO/ જામનગરમાં હત્યાના કેસમાં આરોપીને પોલીસ સ્ટેશનમાં મળી VIP ટ્રીટમેન્ટ

જામનરમાં હત્યાના આરોપીને પોલીસ સ્ટેશનમાં વીઆઇપી ટ્રીટમેન્ટ આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હત્યાના આરોપી ઓમદેવ સિંહ અને નરેન્દ્ર સિંહ જાડેજાને પોલીસ સ્ટેશનમાં લોકઅપની જગ્યાએ ઓફિસમાં બેસાડવામાં આવ્યા હતા એટલું જ નહીં, તેમને સૂવા માટે એક પથારી અને ઓશીકું પણ આપવામાં આવ્યું હતું. બંને અરામથી પંખા નીચે સૂતાં જોવા મળે છે. ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકનો વીડિયો […]

Gujarat Others
df90695419daa6b825fbe035184d5f63 VIDEO/ જામનગરમાં હત્યાના કેસમાં આરોપીને પોલીસ સ્ટેશનમાં મળી VIP ટ્રીટમેન્ટ

જામનરમાં હત્યાના આરોપીને પોલીસ સ્ટેશનમાં વીઆઇપી ટ્રીટમેન્ટ આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હત્યાના આરોપી ઓમદેવ સિંહ અને નરેન્દ્ર સિંહ જાડેજાને પોલીસ સ્ટેશનમાં લોકઅપની જગ્યાએ ઓફિસમાં બેસાડવામાં આવ્યા હતા એટલું જ નહીં, તેમને સૂવા માટે એક પથારી અને ઓશીકું પણ આપવામાં આવ્યું હતું. બંને અરામથી પંખા નીચે સૂતાં જોવા મળે છે. ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રેંજ આઈજી સંદીપ સિંહે કડક કાર્યવાહી કરતા ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ગોહિલને સસ્પેન્ડ કર્યા હતા. રેંજ આઇજીએ આ સંદર્ભમાં તપાસના આદેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે ધોલાદીવસે ફાયરિંગ કરીને દિવ્યરાજ સિંહ જાડેજા નામનો યુવક  હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચની ટીમે હત્યાના આરોપસર ઓમદેવ સિંહ અને નરેન્દ્ર સિંહ જાડેજાની ધરપકડ કરી હતી. પોલીસે બંને પર આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો હતો. બંને આરોપીઓને ક્રાઈમ બ્રાંચમાં લાવવામાં આવ્યા હતા. અહીં બંનેને પીવા માટે પાણીની બોટલો, અને બહારનું ખાવાની સુવિધા આપવામાં આવી હતી. એટલું જ નહીં બંને આરોપીઓને લોકઅપને બદલે પોલીસ સ્ટેશનની ઓફિસમાં રાખવામાં આવ્યા હતા. આરોપીઓને સૂવા પથારી અને ઓશીકું આપવામાં આવ્યું હતું. બંને રાત આરામથી પંખાની નીચે સૂઈને વિતાવી હતી.

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ  

ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં હત્યાના આરોપીની પોલીસ વહીવટીતંત્રની વીઆઈપી ટ્રીટમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ પ્રશાસન ચોંકી ઉઠ્યું હતું. વિવાદ વધતો જતાં રેંજ આઇજીએ તુરંત કાર્યવાહી કરી તાત્કાલિક અસરથી ક્રાઈમ બ્રાંચના પીએસઆઇ ગોહિલને બરતરફ કર્યા હતા. રેંજ આઇજી સંદીપ સિંહે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનનો વીડિયો જોયા બાદ તેમણે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચના પીએસઆઈને સસ્પેન્ડ કરીને આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. આઈજીના જણાવ્યા અનુસાર પોલીસ અધિકારીઓના આરોપીઓ સાથે કોઈપણ પ્રકારની મિલીભગતના પુરાવા મળી જશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.