Not Set/ VIDEO/ પોતાની જાતે જ કસરત કરતુ મશીન જોઇને લોકો થયા હેરાન, આ રીતે તથ્ય આવ્યું સામે

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક પાર્કમાંથી આવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. પાર્કમાં લોકોએ વ્યાયામ કરવા માટે એકસરસાઈઝ મશીન જાતે જ ઝડપથી નીચે ઉપર થઇ રહ્યું છે. કોઈ તેના પર બેઠું પણ નથી. એવું લાગે છે કે કોઈ તેની સાથે કસરત કરી રહ્યું છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર […]

Videos
3a855d00f39bf93ab8678d89109ad5fc VIDEO/ પોતાની જાતે જ કસરત કરતુ મશીન જોઇને લોકો થયા હેરાન, આ રીતે તથ્ય આવ્યું સામે

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક પાર્કમાંથી આવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. પાર્કમાં લોકોએ વ્યાયામ કરવા માટે એકસરસાઈઝ મશીન જાતે જ ઝડપથી નીચે ઉપર થઇ રહ્યું છે. કોઈ તેના પર બેઠું પણ નથી. એવું લાગે છે કે કોઈ તેની સાથે કસરત કરી રહ્યું છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

મશીન જાતે ચાલી રહ્યું હતું તે જોઈને સ્થાનિક લોકોએ પોલીસને સ્થળ ઉપર બોલાવી હતી અને પોલીસ આવી ત્યારે મશીન ચાલુ હતું. ઘટના સ્થળ પર હાજર કેટલાક પોલીસકર્મીઓ વીડિયો બનાવતા પણ જોવા મળે છે.

વીડિયો વાયરલ થયા પછી, કેટલાક લોકોએ તેને અંધશ્રદ્ધા સાથે જોડીને ભૂતનો ચલાવી રહ્યું હોવા નું કહેવા માંડ્યા અને એમ પણ કહેવા લાગ્યા કે પાર્કમાં એક આત્મા છે. જ્યારે કેટલાક લોકોએ તેની અલૌકિક શક્તિ સાથે સંકળાયેલા હોવાનો દાવો પણ કર્યો.

જો કે, ઝાંસીના કાંશીરામ પાર્કમાં, મશીન જાતે ચાલતા હોવાના તમામ દાવાઓ વચ્ચે પણ આની સત્યતા બહાર આવી છે. ઝાંસીના સિટી સી.ઓ. સંગ્રામસિંહે જણાવ્યું હતું કે તાજેતરમાં એક્સરસાઇઝ મશીનમાં ગ્રીસ નાખવામાં આવ્યું હતું, જેના કારણે તેમાં મૂવમેન્ટ થવા લાગી.

તો બીજી બાજુ  ગાર્ડે મશીન વિશે પણ કહ્યું કે તમામ અફવાઓ ખોટી છે. તેણે અહીં કામ કરતાં 8 વર્ષ વિતાવ્યા છે, પરંતુ તેવું ક્યારેય જોઇ ​​નથી જે અદ્રશ્ય હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….