Not Set/ Video/ભિલોડામાં ધોધ ઉપર ચડીને મજા માણવી યુવકને પડી ભારે,પગ લપસતા થયું આવું…

ગુજરાતમાં વરસી રહેલા વરસાદના કારણે પર્યટન સ્થળોનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, ત્યારે ભિલોડાના સુનસર ગામે ધરતી માતાના મંદિરનો નજારો વધુ નયનરમ્ય બન્યો છે. ચોમાસાની શરૂઆત થતા પ્રાકૃતિક ધોધ વહે છે. આવામાં લોકો આવા રમણીય માહોલમાં મજા માણવા માટે પહોંચી જતા હોય છે. ત્યારે મજા માણવાની ખુશીમાં લોકો બેધ્યાન બની જતા હોય છે અને અકસ્માત સર્જાતો હોય […]

Gujarat Others
bec9dd286f0134c8ca25d81e32d59710 Video/ભિલોડામાં ધોધ ઉપર ચડીને મજા માણવી યુવકને પડી ભારે,પગ લપસતા થયું આવું...

ગુજરાતમાં વરસી રહેલા વરસાદના કારણે પર્યટન સ્થળોનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, ત્યારે ભિલોડાના સુનસર ગામે ધરતી માતાના મંદિરનો નજારો વધુ નયનરમ્ય બન્યો છે. ચોમાસાની શરૂઆત થતા પ્રાકૃતિક ધોધ વહે છે. આવામાં લોકો આવા રમણીય માહોલમાં મજા માણવા માટે પહોંચી જતા હોય છે. ત્યારે મજા માણવાની ખુશીમાં લોકો બેધ્યાન બની જતા હોય છે અને અકસ્માત સર્જાતો હોય છે. આવી જ એક ઘટના ભિલોડાના સુનસર ધોધ ખાતે બની છે.

મળતી માહિતી અનુસાર, ભિલોડાના સુનસર ધોધ પરથી યુવકનો પગ લપસ્યો હતો. પગ લપસતા યુવક નીચે પટકાયો હતો. આમ, ધોધ ઉપર ચડીને મજા માણવી વડાલીના યુવાનને ભારે પડી છે. યુવાન પટકાતા વીડિયો સોસિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવક નીચે પટકાયો ત્યારે ધોધ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.

જણાવીએ કે, ધરતી માતા ના મંદિર નજીક ડુંગરાળ ની ટોચે આવેલ તળાવ ના વહેતા પાણી 500 ફુટ એટલે કે આશરે પાંચ માળની બીલ્ડીંગની ઉંચાઈ એથી ધરતી ની ગોદમાં પડતાં સર્જાયેલા આ ધોધને જોવા પણ એક લ્હાવો ગણાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.