Viral Video/ મહુવાના નપા ઉમેદવાર અશોક વાઢેરનો દારૂના નશામાં ડાન્સ કરતો વીડિયો વાઈરલ

મહુવાના નપા ઉમેદવાર અશોક વાઢેરનો દારૂના નશામાં ડાન્સ કરતો વીડિયો વાઈરલ

Gujarat Others Trending
બગોદરા 12 મહુવાના નપા ઉમેદવાર અશોક વાઢેરનો દારૂના નશામાં ડાન્સ કરતો વીડિયો વાઈરલ

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં હવે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકા ની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. અને તેના પ્રચાર-પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે ઉમેદવારોની છબી ખરડાય તેવા વીડિયો વાઇરલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે મહુવા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ઉમેદવારોનો વીડિયો વાઇરલ થયો છે.

મહુવાના વોર્ડ નંબર 6ના ઉમેદવારો અશોક વાઢેરનો વિડીયો વાઈરલ થયો છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં ભાજપમાંથી નારાજ થઇ અશોક વાઢેર વિકાસ સમિતિમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

Speech / કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે અમદાવાદમાં: AMA ખાતે બૌદ્ધિકો સાથે સંવાદ

આ વીડિયોમાં અશોક વાઢેર ડાન્સર સાથે ઠુમકાઓ લગાવી રહ્યા છે. આ વાઈરલ વિડીયો બાબતે અશોક વાઢેરે પોલીસમાં અરજી કરી છે. અને જણાવ્યું છે કે, મારી છબી ખરડાવવા અને ભાજપ પોતાની હાર ભાળી ગયું છે માટે આ વીડિયો વાઈરલ કર્યો છે. અને વીડિયો વાઇરલ કરનાર સામે કાર્યવાહીની માંગણી કરી છે. આ વાઇરલ વીડિયો અંગે મંતવ્ય ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી.

covid19 / રાજકીયપક્ષોની પણ નિયમપાલનમાં નિષ્ક્રિયતા, હવે કોરોના નિયંત્રણમાં લાવવા કવાયત