Video/ પંચમહાલના વેજલપુરમાં ફાયરિંગનો વીડિયો વાયરલ, ફૂલેકે ચઢેલા વરરાજાએ ચલાવી ગોળીઓ

પંચમહાલના વેજલપુર નજીક ખરસલિયા ગામમાં લગ્ન લેવાયા હતા. પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે લગ્ન થઇ  રહ્યા છે એ જ મોટી વાતથી વરરાજા આનંદિત  હતો.

Gujarat Others
ફાયરિંગનો
  • વેજલપુરમાં ફાયરિંગનો વીડિયો વાયરલ
  • લગ્ન પ્રસંગના વરઘોડામાં કરાયો ફાયરિંગ
  • એક યુવક સહિત વરરાજા ફાયરિંગ કરતા નજરે પડ્યા
  • આર્મીમાં ફરજ બજાવતા યુવકના લગ્ન
  • વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી

ગુજરાતમાં એક પછી એક ફાયરિંગની ઘટનાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એકવાર ફાયરિંગની ઘટના પંચમહાલથી સામે આવી છે. પંચમહાલના વેજલપુરમાં ફાયરિંગનો વીડિયો વાયરલ થયો છે.વેજલપુરમાં લગ્ન પ્રસંગમાં વરઘોડામાં ફાયરિંગ કરાયું હતુ. વાયરલ વીડિયોમાં એક યુવક સહિત વરરાજા ફાયરિંગ કરતા નજરે પડી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આર્મીમાં ફરજ બજાવતા યુવકના લગ્ન હતા.જેમાં ફાયરિંગ પર પ્રતિબંધના નિયમોનું ઉલ્લંઘન થયું છે.જો કે, પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : હરણી રોડ પર સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા, ગ્રાહક બની પહોંચી પોલીસ

પંચમહાલના વેજલપુર નજીક ખરસલિયા ગામમાં લગ્ન લેવાયા હતા. પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે લગ્ન થઇ  રહ્યા છે એ જ મોટી વાતથી વરરાજા આનંદિત  હતો. પરણવા ચઢેલા વરરજા પોતાના લગ્નથી એટલા પુલકિત  હતા કે ઉત્સાહનો અતિરેક થઇ  ગયો. અને  વરઘોડામાં ફાયરિંગ થયું. લગ્નના ઉત્સાહમાં વરરાજા ભાન ભૂલી ગયો હતો.

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા x4710 કેસ નોંધાયા, જયારે 34 દર્દીના મોત થયા

આ અફેલા કલોલના મારુતિ બંગલોમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. ફાયરિંગનો અવાજ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને એક ઈસમને ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિષ્ણુભાઈ પટેલ સાથે પોતાના પોતાના પરીવારનાં સભ્યોને વિદેશ મોકલવા એજન્ટને પૈસા આપવા વાત થઈ હતી. જે મામલે બોલાચાલી થતા એજન્ટ સહીત ચાર લોકો માંથી એક વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતું. જેની પોલીસે ધરપકડ કરી છે અને અન્ય ત્રણ લોકોને પકડવા તજવિજ હાથ ધરી છે.

આ પણ વાંચો :પાકિસ્તાન મરીનની નાપાક હરકત, બે બોટ અને 12 જેટલાં માછીમારોનું કર્યું અપહરણ

આ પણ વાંચો :નર્મદા કેનાલમાં પાણીની માંગ સાથે આ ગામોએ આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની આપી ચીમકી

આ પણ વાંચો :કિશન ભરવાડ હત્યા કેસમાં 3 આરોપીઓના વધુ 9 દિવસ રિમાન્ડ મંજૂર