Not Set/ Video : અલ્પેશ કથીરિયા જેલમુક્તિ મામલે બેઠક પૂર્ણ થયા બાદ નરેશ પટેલે આપ્યુ આ નિવેદન

અલ્પેશ કથીરિયાને જેલમાંથી મુક્તિ અપાવવા આજે રાજકોટ ખાતે પાટીદારોએ રેલી કાઢી હતી. રાજકોટ સરદાર પટેલની પ્રતિમા બહુમાળી ચોકથી જિલ્લા કલેક્ટર સુધી યોજાયેલી આ રેલીમાં પાસનાં આગેવાનો સહિત પાટિદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. કલેક્ટર કચેરીએ પહોચી ગયા બાદ પાસ આગેવાન હેમાંગ પટેલે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ. અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ કેવી રીતે થઇ શકે તે મુદ્દે […]

Top Stories Rajkot Gujarat
naresh patel Video : અલ્પેશ કથીરિયા જેલમુક્તિ મામલે બેઠક પૂર્ણ થયા બાદ નરેશ પટેલે આપ્યુ આ નિવેદન

અલ્પેશ કથીરિયાને જેલમાંથી મુક્તિ અપાવવા આજે રાજકોટ ખાતે પાટીદારોએ રેલી કાઢી હતી. રાજકોટ સરદાર પટેલની પ્રતિમા બહુમાળી ચોકથી જિલ્લા કલેક્ટર સુધી યોજાયેલી આ રેલીમાં પાસનાં આગેવાનો સહિત પાટિદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. કલેક્ટર કચેરીએ પહોચી ગયા બાદ પાસ આગેવાન હેમાંગ પટેલે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.

અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ કેવી રીતે થઇ શકે તે મુદ્દે આજે પાટીદારોનાં આગોવાનોની બેઠક યોજાઇ હતી. જે દરમિયાન ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલ, હાર્દિક પટેલ, ગીતાબેન પટેલ, પૂર્વ પાસ અગ્રણી દિનેશ બાંભણીયા, મનોજ પનારા સહિત પાસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઘણી લાંબી ચાલેલી આ બેઠક બાદ નરેશ પટેલે મીડિયા સમક્ષ પોતાની વાત રાખી હતી. વધુ માહિતી માટે જુઓ વીડિયો,