Not Set/ Video : તમારા રુંવાટા ઉભા કરવા આવી ગયુ છે અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’નું ટ્રેલર

બોલિવુડમાં પોતાના બિંદાસ્ત અભિનયથી દર્શકોનું મન જીતનાર અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. જગન શક્તિ ડાયરેક્શનમાં બનેલી ફિલ્મનાં ટ્રેલરની શરૂઆત અક્ષય કુમારનાં અવાજથી થાય છે. અક્ષયની આ ફિલ્મનાં ટ્રેલરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ખૂબ જ થોડા સમયમાં હજારો લોકોએ આ ટ્રેલરને જોયુ છે. રુંવાટા ઉભા કરી નાખે તેવા વિષય […]

Uncategorized
mission mangal 545 93 5 Video : તમારા રુંવાટા ઉભા કરવા આવી ગયુ છે અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’નું ટ્રેલર

બોલિવુડમાં પોતાના બિંદાસ્ત અભિનયથી દર્શકોનું મન જીતનાર અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. જગન શક્તિ ડાયરેક્શનમાં બનેલી ફિલ્મનાં ટ્રેલરની શરૂઆત અક્ષય કુમારનાં અવાજથી થાય છે. અક્ષયની આ ફિલ્મનાં ટ્રેલરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ખૂબ જ થોડા સમયમાં હજારો લોકોએ આ ટ્રેલરને જોયુ છે.

રુંવાટા ઉભા કરી નાખે તેવા વિષય સાથે અક્ષય કુમારની આગામી ફિલ્મ મિશન મંગલનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. યૂટ્યૂબ પર ટ્રેલરને થોડા સમયમાં જ હજારો લોકોએ નિહાળ્યુ છે. આ ટ્રેલરની શરૂઆતમાં જ અક્ષય કુમારનો અવાજ આપને સાંભળવા મળશે. જેમા તે કહે છે કે, ‘There is no science without experiments જો એક્સપેરિમેન્ટ નહી કરીએ તો આપણને પોતાને સાઇંટિસ્ટ કહેવાનો કોઇ અધિકાર નથી.’ ફિલ્મનું ટ્રેલર ઘણુ સારુ બતાવવામાં આવ્યુ છે. જેને જોયા બાદ ફિલ્મ દેખવાની ઇચ્છા જાગે તો કોઇ નવાઇ નહી.

Instagram will load in the frontend.

મિશન મંગલનાં ટ્રેલરમાં અક્ષય કુમાર સિવાય અન્ય સ્ટાર શરમન જોશી, સોનાક્ષી સિન્હા, નિત્યા મેનન, કીર્તિ કુલ્હારી જેવા સ્ટાર્સ પણ નજરે આવશે. જેમની મહેનત મિશન મંગલની સફળતાથી જોડાયેલી છે. ‘મિશન મંગલ’ ફિલ્મ આ વર્ષે 15 ઓગષ્ટનાં રોજ રિલીઝ થશે. ફિલ્મની કહાની ભારતનાં પહેલા મંગલયાન માર્સ ઓર્બિટર મિશન પર આધારિત છે, જેને મંગલ ગ્રહની પરિક્રમા કરવા માટે ઈસરો દ્વારા 5 નવેમ્બર 2013નાં રોજ લોન્ચ કરવામાં આવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.