Not Set/ Bigg Boss નાં ચાહકો માટે Good News, આ તારીખે શરૂ થવા જઇ રહ્યો છે તમારો મનપસંદ શો

  બિગ બોસનાં ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ સીઝન 14 ટૂંક સમયમાં જ શરૂ થવા જઇ રહ્યો છે. બિગ બોસ 14 નું એક ટીઝર થોડા દિવસો પહેલા બહાર આવ્યું હતું, જેણે બિગ બોસ ચાહકોની ઉત્સુક્તાને વધારી દીધી હતી. પરંતુ બિગ […]

Uncategorized
8df1bf0ceb337b46d48ace6db95e33f5 Bigg Boss નાં ચાહકો માટે Good News, આ તારીખે શરૂ થવા જઇ રહ્યો છે તમારો મનપસંદ શો
 

બિગ બોસનાં ચાહકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ સીઝન 14 ટૂંક સમયમાં જ શરૂ થવા જઇ રહ્યો છે. બિગ બોસ 14 નું એક ટીઝર થોડા દિવસો પહેલા બહાર આવ્યું હતું, જેણે બિગ બોસ ચાહકોની ઉત્સુક્તાને વધારી દીધી હતી. પરંતુ બિગ બોસનાં ચાહકોને હવે વધુ રાહ જોવી પડશે નહીં કારણ કે આ શો નો પ્રીમિયર 3 ઓક્ટોબરનાં રોજ કલર્સ પર લોન્ચ કરાશે.

આપને જણાવી દઈએ કે, કલર્સ ચેનલ પર બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો શો બિગ બોસ 2020 પહેલા સપ્ટેમ્બરમાં શરૂ થવાનો હતો, પરંતુ કોરોના સહિતનાં વિવિધ કારણોને લીધે, આ શો હવે સપ્ટેમ્બરને બદલે ઓક્ટોબરમાં શરૂ થશે. બિગ બોસ સીઝન 14, 3 ઓક્ટોબરથી કલર્સ પર પ્રસારણ શરૂ કરશે. બિગ બોસની ટીમ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, સીઝન 14 નાં શો નાં નિર્માતા હજી પણ આ સીઝનનાં સ્પર્ધકોને શોધી રહ્યા છે. વળી બિગ બોસનાં સેટ પર કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. સ્પર્ધકોની શોધ પૂર્ણ થઈ નથી, જેના કારણે સપ્ટેમ્બરમાં પ્રસારણ શરૂ થયું ન હોતુ.

વિશેષ વાત એ છે કે બિગ બોસ દર વખતે રવિવારે લોન્ચ થાય છે, પરંતુ આ વખતે આ શો ફક્ત શનિવારે એટલે કે 3 ઓક્ટોબરનાં રોજ પ્રસારિત થશે. આ સીઝન વધુ રોમાંચક રહેશે. અગાઉની બિગ બોસ સીઝન 13 એ ઘણા રેકોર્ડ બનાવ્યા હતા અને તે સીઝન ખૂબ જ સફળ રહ્યુ હતુ. તેથી આ વખતે પણ આવું કરવા માટે શો પર દબાણ છે. કેટલાક સેલેબ્સને આખરી ઓપ અપાયો છે અને કેટલાક લોકો સાથે વાટાઘાટોનાં રાઉન્ડ ચાલી રહ્યા છે. શો ને લઇને ચર્ચા પર, નિર્માતાઓએ તેને એક આકર્ષક સીઝન બનાવવાનું વચન આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.