Not Set/ આજીવન ધન માટે તરસે છે આ ત્રણ લોકો

વિદુર નીતિ એ મહાભારતનાં એક મહત્વપૂર્ણ પાત્ર મહાત્મા વિદુર દ્વારા રચિત એક નીતિ પુસ્તક છે. આમાં સમાજ અને લોકોના કલ્યાણ માટેની નીતિઓના રૂપમાં ઘણી બાબતો કહેવામાં આવી છે.

Dharma & Bhakti
ધીંગા ગવર 5 આજીવન ધન માટે તરસે છે આ ત્રણ લોકો

વિદુર નીતિ એ મહાભારતનાં એક મહત્વપૂર્ણ પાત્ર મહાત્મા વિદુર દ્વારા રચિત એક નીતિ પુસ્તક છે. આમાં સમાજ અને લોકોના કલ્યાણ માટેની નીતિઓના રૂપમાં ઘણી બાબતો કહેવામાં આવી છે. ચાણક્ય ઉચ્ચ વિદ્વાન અને કુશળ વ્યૂહરચનાકાર હતા. એવું કહેવામાં આવે છે કે મહાભારત યુદ્ધમાં પાંડવોએ કૌરવોને પરાજિત કર્યા, તેમાં મહાત્મા વિદુરની સમજણ અને ભગવાન શ્રીકૃષ્ણનો સાથ બહુ મોટો હતો.  વિદુર નીતિ અનુસાર, જે લોકોને કેટલીક વિશેષ ટેવ હોય છે તેઓ પર ક્યારેય પણ દેવી લક્ષ્મીની કૃપા વરસતી નથી. આવા લોકો હંમેશા સંપત્તિ માટે તરસતા હોય છે.

  1. આળસુ

વિદુર નીતિ અનુસાર મા લક્ષ્મી ક્યારેય આળસુ લોકો પર તેની કૃપા વરસાવતી નથી. એવું કહેવામાં આવે છે કે આવા લોકોએ હંમેશા ભાગ્ય પર રડવું પડે છે. મહાત્મા વિદુર કહે છે કે જે લોકોને આળસ હોય છે, તેઓ પોતે જ તેમના વિનાશનું કારણ બને છે. આળસ સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. આળસ ગરીબી તરફ દોરી જાય છે. આળસુ લોકોએ જીવનમાં પૈસાની કમી સહન કરવી પડે છે.

  1. મહેનતથી ભાગનારા

વિદુર નીતિ અનુસાર, જે લોકો મહેનત કરવામાં પાછી પાણી કરે છે તેમને પણ હમેશા પૈસાની તંગી ભોગવવી પડે છે. પરંતુ જે લોકો સખત મહેનત કરે છે, તેમની પાસે હંમેશા પૈસાની કમી હોતી નથી. કેટલાક લોકો એવા છે જેમને બેઠા બેઠા પ્રગતિ, સિધ્ધિ અને રોજગાર મેળવવા માંગે છે. પરંતુ હકીકતમાં, તેમની ઇચ્છાઓ પૂર્ણ થતી નથી. ધ્યેય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે વ્યક્તિ પોતાના માટે સખત મહેનત કરી શકતો નથી, તે દૈવી કૃપા થતી નથી

  1. બિન-વિશ્વાસીઓ

વિદુર નીતિ મુજબ, જે વ્યક્તિ ભગવાનમાં વિશ્વાસ નથી કરતો તેની ઉપર પણ  ક્યારેય ભગવાન કૃપા કરતો નથી.  આવા વય્ક્તીઓનું જીવન ગરીબીમાં વીતે છે. માણસે હંમેશા ભગવાનમાં વિશ્વાસ કરવો જોઈએ. તમારા મગજમાં રોજ ભગવાનનું ધ્યાન કરો. જો શક્ય હોય તો, તમારા ઘરમાં દીવાબત્તી પર નિયમિત કરો.

ધિંગા ગવર / એક એવો તહેવાર જ્યાં છોકરીઓ કુંવારા છોકરાઓને મારે છે દંડો, જે…

haunted / ભારતના આ 10 રાજમાર્ગો  છે મોસ્ટ હોન્ટેડ એટલે કે ભૂતિયા માર્ગ…

launch / હોન્ડા લઈને આવી રહ્યું છે વિઝન 110 સ્કૂટર, આવા હશે ફિચર્સ…

કબ્રસ્તાન / રેઈન્બો વેલી – માઉન્ટ એવરેસ્ટ,  એક ખુલ્લું કબ્રસ્તાન…

#Ajab_Gajab / આ ભારતના મુખ્ય 5 ‘ચોર બજાર’, જ્યાં મોબાઇલથી લઈને…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…