Bollywood/ કરણ જોહરે કર્યું નવી ફિલ્મનું એલાન, વિજય દેવરાકોંડા સાથે બનાવશે એક્શન મુવી ‘Liger’

કરણ જોહરે આ ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતા કરણે લખ્યું કે, ‘મોટા પડદા અને દિલો પર રાજ કરનાર વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ Liger રજૂ કરી રહ્યો છું. પુરી જગન્નાથ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે.

Entertainment
a 253 કરણ જોહરે કર્યું નવી ફિલ્મનું એલાન, વિજય દેવરાકોંડા સાથે બનાવશે એક્શન મુવી 'Liger'

સાઉથના અભિનેતા વિજય દેવરાકોંડા ટૂંક સમયમાં એક એક્શન ફિલ્મમાં જોવા મળશે. વિજયની આગામી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું નામ Liger છે અને વિજયની અપોજિટ અનન્યા પાંડે આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર કરી રહ્યા છે. આ ફિલ્મ પુરી જગન્નાથ દિગ્દર્શિત એક એક્શન થ્રિલર ફિલ્મ હશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે.

કરણ જોહરે આ ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતા કરણે લખ્યું કે, ‘મોટા પડદા અને દિલો પર રાજ કરનાર વિજય  દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ Liger રજૂ કરી રહ્યો છું. પુરી જગન્નાથ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. દુનિયાની સામે આ કહાનીને પાંચ ભાષાઓ હિન્દી, તેલુગુ, તામિલ, કન્નડ અને મલયાલમમાં માટે રાહ નથી જોઇ શકાતી. ‘

https://twitter.com/karanjohar/status/1351026958369493008?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1351026958369493008%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.bollywoodlife.com%2Fhi%2Fsouth-gossip%2Fvijay-deverakonda-and-ananya-panday-upcoming-movie-liger-produced-by-karan-johar-dharma-productions-1762620%2F

આ ફિલ્મનો પહેલો લુક કરણ જોહરે શેર કર્યો છે. પોસ્ટરમાં તમે વિજય દેવરાકોંડાને ફાઇટર તરીકે જોઈ શકો છો. તેણે બોક્સિંગ ગ્લોવ્ઝ પહેર્યા છે અને તે ગુસ્સામાં જોવા મળે છે. વિજયની બાજુમાં સિંહ અને હાફ ટાઇગરનો ફોટો છે. તે જાણીતું છે કે Liger એક મિશ્રિત જાતિનો સિંહ છે જે મેલ સિંહ અને ફીમેલ વાઘના જોડાણ દ્વારા બને છે.

આ ફિલ્મમાં રોનિત રોય, રામ્યા કૃષ્ણન, વિશુ રેડ્ડી અને મકરંદ દેશપાંડે જેવા કલાકારો વિજય અને અનન્યાની સાથે જોવા મળશે. કરણ જોહરે પહેલા જ કહ્યું હતું કે તેમની નવી ફિલ્મ ભાષાના અવરોધને તોડવાની છે. હવે તેઓએ કહ્યું છે કે Ligerને 5 ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે. તે હિન્દીની સાથે તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રજૂ કરવામાં આવશે. ફિલ્મની જાહેરાત બાદ ચાહકો ખૂબ ખુશ છે અને તેઓ પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો