fast and X/ વિન ડીઝલની ફિલ્મે ભારતમાં 100 કરોડનો આંકડો પાર કર્યો, વિશ્વભરમાં મચાવી ધમાલ

ફાસ્ટ એક્સ બોક્સ ઓફિસ રિપોર્ટ વિન ડીઝલ અને લુડાક્રિસ સ્ટારર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ઈન્ડિયામાં તેના ચાહકોનું દિલ જીતવાનું ચાલુ રાખ્યું છે. આ ફિલ્મે માત્ર 20 દિવસમાં ભારતમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. 

Entertainment
વિન ડીઝલ

વિન ડીઝલની હોલિવૂડ ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ – 10’  આવતાની સાથે જ થિયેટરોમાં ધૂમ મચાવી દીધી છે.  ભારતમાં આ ફિલ્મ રિલીઝ થવાને કારણે ‘ધ કેરળ સ્ટોરી’ના કલેક્શન પર ઘણી અસર થઈ રહી છે.

વિન ડીઝલ અને લુડાક્રિસ સ્ટારર એક્શન એડવેન્ચર ફિલ્મને ભારતીય દર્શકો તરફથી પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે. ચાહકોમાં આ ફિલ્મ સિરીઝનો હંમેશા ક્રેઝ રહ્યો છે.

ભારતમાં, લોકો અંગ્રેજી ભાષામાં તો આ ફિલ્મને પસંદ કરી જ રહ્યા છે, પરંતુ આ સિવાય હિન્દીમાં પણ ફિલ્મની કમાણી ઘણી સારી થઇ છે. ફિલ્મે 20 દિવસમાં જ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

ફાસ્ટ 10 એ સ્થાનિક બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસનો 10મો ભાગ ભારતીય બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી ગયો છે. વિન ડીઝલ સ્ટારરની આ ફિલ્મે હિન્દીમાં 5 કરોડથી શરૂઆત કરી હતી અને અંગ્રેજીમાં પ્રથમ દિવસે 5.85 કરોડનો બિઝનેસ કર્યો હતો.

જોકે, પહેલા વીકેન્ડ પછી ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ગયા બુધવારના  કલેક્શનની  વાત કરીએ તો , એક જ દિવસે ફિલ્મે હિન્દીમાં કુલ 1.1 કરોડ, અંગ્રેજીમાં 1.02 કરોડ, તમિલમાં 2 લાખ અને તેલુગુમાં 4 લાખનો બિઝનેસ કર્યો હતો. અત્યાર સુધી હિન્દીમાં ફિલ્મનું કુલ કલેક્શન 48.7 કરોડ, તમિલમાં કુલ 3 કરોડ છે. તેલુગુ ભાષામાં ફિલ્મે કુલ 1.91 કરોડનો જ બિઝનેસ કર્યો હતો. અંગ્રેજીમાં ફિલ્મનું અત્યાર સુધી કુલ 46.63 કરોડનું કલેક્શન થયું છે, જે હિન્દી કરતાં ઓછું છે.

આ ફિલ્મે વિશ્વભરમાં કમાણી કરી હતી

હોલીવુડ ફિલ્મ ફાસ્ટ એક્સે ભારતમાં 100.27 કરોડની કમાણી કરી છે અને આ ફિલ્મનું કુલ કલેક્શન 116.8 કરોડ છે. ભારતની સાથે સાથે વિન ડીઝલ અને તેની આખી ટીમનું આ જોરદાર એક્શન ફેન્સને આખી દુનિયામાં ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 4350 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હોલિવૂડ ફિલ્મ માટે લોકોમાં જે પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે તે જોતા એવું કહેવું ખોટું નહીં હોય કે આ ફિલ્મ ટૂંક સમયમાં 5000 કરોડનો આંકડો પાર કરી જશે અને સૌથી વધુ ફિલ્મ ‘ગાર્ડિયન્સ ઑફ ધ ગેલેક્સી’ને પણ પાછળ છોડી દેશે .

આ પણ વાંચો :Bollywood/મલાઈકા અરોરા થઈ પ્રેગ્નન્ટ, અર્જુન કપૂરે કહ્યું આખું સત્ય!

આ પણ વાંચો :Good News!/અંબાણી પરિવારમાં ફરી ગુંજી કિલકારીઓ, શ્લોકા અને આકાશ બીજી વખત બન્યા માતા-પિતા

આ પણ વાંચો :દુર્ઘટના/અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ની ટીમ સાથે થયો મોટો અકસ્માત, મુસાફરી દરમિયાન બસ થઇ દુર્ઘટનાગ્રસ્ત