Sports/ દેશનાં રમતજગત ક્ષેત્રે શનિ-રવિ રહ્યો ખાસ, વિનેશ ફોગાટે સતત બે ગોલ્ડ મેડલ જીત્યા

ભારતનાં રમતજગત માટે આ શનિવાર અને રવિવાર ખૂબ જ ખાસ રહ્યો છે.

Sports
Mantavya 125 દેશનાં રમતજગત ક્ષેત્રે શનિ-રવિ રહ્યો ખાસ, વિનેશ ફોગાટે સતત બે ગોલ્ડ મેડલ જીત્યા

ભારતનાં રમતજગત માટે આ શનિવાર અને રવિવાર ખૂબ જ ખાસ રહ્યો છે. એક તરફ, અમદાવાદમાં શનિવારે, ભારતીય ક્રિકેટ ટીમે ચોથી મેચમાં ઈંગ્લેન્ડને હરાવી શ્રેણીને કબજે કરી હતી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, બીજી તરફ રવિવારે ભારતીય રેસલર વિનેશ ફોગાટ વિશ્વનો નંબર વન ખેલાડી બની. ભારતની ટોચની મહિલા રેસલર વિનેશ ફોગાટે સતત બે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

Cricket / T-20 આંતરરાષ્ટ્રીયમાં માર્ટિન ગુપ્ટિલનો ધમાકો, રોહિતને આ મામલે પછાડ્યો પાછળ

ટોક્યો ઓલિમ્પિક્સનાં દાવેદાર ગણાતી વિનેશ ફોગાટે સતત બે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતીને રેન્કિંગમાં જબરદસ્ત કૂદકો લગાવ્યો હતો. સતત બે ગોલ્ડ મેડલ જીત્યા બાદ ફોગાટ ફરીથી વજનની શ્રેણીમાં વિશ્વની નંબર વન ખેલાડી બની ગઇ છે. ફોગાટે માટિયો પૈલિકન રેન્કિંગ રેસલિંગ સિરીઝ જીતીને સતત બીજા અઠવાડિયામાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ટૂર્નામેન્ટમાં ઉતરતા પહેલા વિનેશ ત્રીજા ક્રમે હતી, પરંતુ તે ફરીથી શનિવારે ગોલ્ડ મેડલ જીતીને પ્રથમ ક્રમે આવી ગઇ છે.

Cricket / સચિન-સેહવાગે ફરી બતાવી ધમાકેદાર બેટિંગ, 61 બોલમાં બનાવી દીધા 110 રન

આપને જણાવી દઈએ કે, જ્યારે વિનેશે આ સ્પર્ધામાં પ્રવેશ કર્યો ત્યારે તેની વર્લ્ડ રેન્કિંગ 3 હતી, પરંતુ હવે વિનેશ 14 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમ પર પહોંચી ગઇ છે. પ્રથમ કેનેડિયન રેસલર ડિયાના પ્રથમ ક્રમ પર હતી, પરંતુ હવે તે બીજા સ્થાને પહોંચી ગઈ છે. વિનેશે આ ટૂર્નામેન્ટમાં એક પણ પોઇન્ટ ગુમાવ્યો ન હતો, તેણે ત્રણમાંથી બે બાઉટ જીત્યા અને પોતાની શક્તિ બતાવી. શનિવારે સરિતા મોરેએ 57 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે વિનેશ ફોગાટ પહેલેથી જ ટોક્યોમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ ચૂકી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ