Cricket/ વિનોદ કાંબલીએ વીડિયો શેર કરી કહ્યુ- આ રીતે મેદાનમાં રમી શકાય

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી-20 મેચની સીરીઝની પહેલી મેચ આવતી કાલે એટલે કે શુક્રવારે રમાશે.

Sports
ગરમી 37 વિનોદ કાંબલીએ વીડિયો શેર કરી કહ્યુ- આ રીતે મેદાનમાં રમી શકાય

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી-20 મેચની સીરીઝની પહેલી મેચ આવતી કાલે એટલે કે શુક્રવારે રમાશે. ટીમ ઈન્ડિયાએ આ પહેલા ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડને 2-1 થી પરાજિત કર્યું હતું અને આ સાથે તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંતિમ મેચ જૂનમાં યોજાશે, જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટાઇટલ ટેસ્ટ મેચ રમાશે. આ દરમિયાન ભારતનાં ભૂતપૂર્વ ખેલાડી બેટ્સમેન વિનોદ કાંબલીએ ફરી એકવાર બોલરોની માનસિકતા અને ટી-20 શ્રેણીમાં તેમણે કેવી રીતે રમવું તેની જાણકારી આપી છે.

Cricket / ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ પૃથ્વીએ બતાવ્યો શો, બનાવ્યો રેકોર્ડ

વિનોદ કાંબલીએ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં દરેક પ્રકારનો બોલ રમવાની રીત સમજાવવામાં આવી છે. જો ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ આ વીડિયો જોશે, તો તે તેનો લાભ મેળવી શકે છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા ટેસ્ટ સીરીઝમાં ઈંગ્લેન્ડ બેટ્સમેનને સ્પિન રમવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઇમાં પહેલી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડની ટીમે જીતી હતી પરંતુ તે પછી તેઓ ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં હાર્યા હતા. આ પછી, ઈંગ્લિશ બેટ્સમેનોએ પિચને લઇને નિવેદનોને તેજ કરી દીધા હતા. ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોએ સ્પષ્ટ કહ્યું હતું કે, પિચ સ્પિનરો માટે બનાવવામાં આવી હતી. ટેસ્ટ મેચની પિચને લઇને ભારે હંગામો થયો હતો. જો કે, ઘણા ક્રિકેટ દિગ્ગજોએ અંગ્રેજી બેટ્સમેનોની ભૂલને દોષી ઠેરવી હતી કારણ કે તેમણે સ્પિન સારી રીતે રમી શક્યા નહોતા. ત્યારે પૂર્વ ભારતીય બેટ્સમેન વિનોદ કાંબલીએ કહ્યું હતું કે સ્પિન કેવી રીતે રમી શકાય છે.

Cricket / IPL ની બ્રાન્ડ વેલ્યુને લાગી કોરોનાની નજર, 6 વર્ષમાં પહેલીવાર થયુ આવુ

વિનોદ કાંબલીએ એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં લખ્યું છે કે, યુવા બેટ્સમેન કેવી રીતે સ્પિન રમી શકે છે. આ વીડિયોની નીચે #IndvsEng આપવામાં આવ્યુ છે. એટલે કે, તે સ્પષ્ટ છે કે આ વીડિયો વિનોદ કાંબલી દ્વારા ઈંગ્લેન્ડ બેટ્સમેનો માટે બનાવવામાં આવ્યો હતો, જે ભારતમાં સ્પિન રમવા માટે અસમર્થ છે. ભારતમાં સ્પિન ટ્રેક પર અંગ્રેજી બેટ્સમેનની ખરાબ બેટિંગનાં કારણે તે ટીમની ખૂબ મઝાક ઉડાવવામા આવી છે. આ સાથે, ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોની તકનીક પર પણ પ્રશ્નો ઉભા થયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ