Not Set/ Viral Video/ આરામ કરી રહેલા સિંહની પૂંછડીને પાછળથી શિયાળે ખેંચી અને પછી…

સોશિયલ મીડિયા પર પ્રાણીઓનાં વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં એક વીડિયો જંગલનાં રાજા સિંહનો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઇએ કે, જંગલનાં સિંહ રાજા સાથે મજાક કરવાની કોઈ હિંમત કરી શકે નહીં. કારણ કે બધા પ્રાણીઓ જાણે છે કે સિંહ સાથે મજાક કરવાનો અર્થ એ પોતે જ શિકારની દાવત આપવી. આ પ્રકારનો […]

Videos
82f8a7f2e1cce8a360493949f4c44be9 Viral Video/ આરામ કરી રહેલા સિંહની પૂંછડીને પાછળથી શિયાળે ખેંચી અને પછી...

સોશિયલ મીડિયા પર પ્રાણીઓનાં વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવે છે. તાજેતરમાં એક વીડિયો જંગલનાં રાજા સિંહનો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઇએ કે, જંગલનાં સિંહ રાજા સાથે મજાક કરવાની કોઈ હિંમત કરી શકે નહીં. કારણ કે બધા પ્રાણીઓ જાણે છે કે સિંહ સાથે મજાક કરવાનો અર્થ એ પોતે જ શિકારની દાવત આપવી.

આ પ્રકારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં એક તોફાની શિયાળ સૂઈ રહેલા સિંહની પૂંછડી ખેંચીને નાસી છૂટ્યો હતો. આ જુનો વીડિયો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે સિંહ જંગલમાં ઝાડ નીચે આરામ કરી રહ્યો છે. પાછળથી ચોરી છુપે શિયાળ આવે છે  સિંહની પૂંછડી ખેંચીને ભાગવા લાગે છે. જે બાદ સિંહ ચમકી જાય છે અને જાગી જાય છે અને આજુબાજુ જોવા લાગે છે. જ્યાં સુધી સિંહ ઉંઘમાંથી ઉભો થાય ત્યા સુધી પ્રાણી છટકી જાય છે. ટ્વિટર પર આ ફની વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વીડિયો શેર કરતાં સુશાંત નંદાએ લખ્યું કે, ‘લાલચ સિવાય દરેક ચીજનો વિરોધ કરી શકાય છે. સુશાંતે આ વીડિયો 18 જૂન સવારે 8 વાગ્યે પોસ્ટ કર્યો છે, જે ફક્ત 1 કલાકમાં એક હજારથી વધુ વ્યૂઝ મેળવી ચુક્યો છે. ઉપરાંત, આ વીડિયોમાં 200 થી વધુ લાઈક્સ અને 40 થી વધુ રી-ટ્વીટ્સ કરવામાં આવી છે. લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.