Viral Video/ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે નાની બાળકીએ કરી શાંતિની અપીલ, જુઓ હૃદયસ્પર્શી વીડિયો

યુક્રેનના લોકો સોશિયલ મીડિયા દ્વારા પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા છે. આ દરમિયાન એક નાની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Videos
રશિયા-યુક્રેન

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. યુક્રેનની સામાન્ય જનતા પણ આ યુદ્ધમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને સોશિયલ મીડિયા પર ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. યુક્રેનના લોકો સોશિયલ મીડિયા દ્વારા પોતાની સમસ્યાઓ જણાવી રહ્યા છે. આ દરમિયાન એક નાની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બચી ગયેલી નાની બાળકી શાંતિની અપીલ કરી રહી છે.

https://www.instagram.com/reel/Caaf6Smju5X/?utm_source=ig_web_copy_link

હાલમાં જ બ્રિટીકિટ્ટી નામના યુઝરે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાની બાળકી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે અપીલ કરી રહી છે. આ નાની બાળકીનું નામ ‘લીલી’ છે. આ વીડિયોમાં લીલીએ કહ્યું, “હું પૃથ્વી પર શાંતિ ઈચ્છું છું, પૃથ્વીના ટુકડાઓ નહીં. અમે ભાઈ અને બહેન છીએ.”

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ છોકરીના વીડિયો પર દરેક લોકો કોમેન્ટ કરી રહ્યા છે. આ નાની બાળકીએ શાંતિની અપીલ કરીને લોકોના દિલ જીતી લીધા છે. ઘણા લોકો આ છોકરીની સમજદારીના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો :ઉડતા હેલિકોપ્ટરમાં યુવકે બનાવ્યો અનોખો રેકોર્ડ, જુઓ વીડિયો

આ પણ વાંચો :જીમમાં વજન ઉપાડવું તમને પણ પડી શકે છે ભારે! વીડિયોમાં જુઓ કેવી રીતે વેઈટલિફ્ટિંગને કારણે મહિલાનું થયું મોત  

આ પણ વાંચો :રસ્તાની વચ્ચે હાથીએ કર્યો એવો આકર્ષક ડાન્સ, જોઈને તમે પણ નાચવા લાગશો

આ પણ વાંચો :અનોખી રીતે થઈ રહી હતી વરમાળા, અચાનક દુલ્હાને આવ્યો ગુસ્સો તો કર્યું આવું….