Not Set/ Viral Video/ પતંગની પૂંછડીમાં લપટાયેલી બાળકી હવામાં ઉડી, જોઇને લોકો પાડવા લાગ્યા બુમો

  તાઇવાનમાં પતંગ મહોત્સવ દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો, જેણે દરેકને આશ્ચર્યમાં મુકી દીધા હતા. આપને જણાવી દઇએ કે, પતંગની પૂંછડીમાં 3 વર્ષની બાળકી ફસાઈ ગઈ હતી. જેના કારણે તે પતંગ સાથે હવામાં ઉડવા લાગી હતી. 100 ફુટ ઉપર ગયા પછી તે નીચે આવી. રવિવારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પતંગ નીચે […]

Videos
c3611c697f3e36aa9d7bf207862022c7 Viral Video/ પતંગની પૂંછડીમાં લપટાયેલી બાળકી હવામાં ઉડી, જોઇને લોકો પાડવા લાગ્યા બુમો
 

તાઇવાનમાં પતંગ મહોત્સવ દરમિયાન એક અકસ્માત સર્જાયો હતો, જેણે દરેકને આશ્ચર્યમાં મુકી દીધા હતા. આપને જણાવી દઇએ કે, પતંગની પૂંછડીમાં 3 વર્ષની બાળકી ફસાઈ ગઈ હતી. જેના કારણે તે પતંગ સાથે હવામાં ઉડવા લાગી હતી. 100 ફુટ ઉપર ગયા પછી તે નીચે આવી.

રવિવારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પતંગ નીચે આવતાની સાથે જ ત્યાં હાજર લોકોએ તે પતંગની લપેટમાં આવેલા તેના પગને નિકાળ્યો હતો. બાળકીને હવામાં જોઇને ત્યાં હાજર લોકોએ ચીસો પાડી હતી. બાળકીને કેવી રીતે બચાવવું તે કોઈ સમજી શક્યું નહીં. તે એક મોટી નારંગી પતંગમાં ફસાઇ ગઈ હતી. હવામાં ઉડતી વખતે યુવતી પણ લાચાર દેખાઇ રહી હતી. છોકરી 30 સેકંડ માટે હવામાં રહી હતી. પતંગ હવાની મદદથી નીચે આવતાની સાથે જ લોકોએ તેને નીચે ઉતારી દીધી હતી.

સ્થાનિક ન્યુઝ ચેનલનાં જણાવ્યા અનુસાર, આ યુવતીનું નામ લીન કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં તેને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ ઘટના પછી, આયોજકોએ ઉત્તર પશ્ચિમ તાઇવાનનાં હંશિનૂ શહેરમાં તહેવારને રદ્દ કરી દીધો હતો. Hsinchu શહેરનાં સરકારી અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, પવન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે. જેના કારણે પતંગની પૂંછડી યુવતીની કમરની આસપાસ લપેટાઇ ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.