Viral video/ દિવાળીમાં ફટાકડા ન ફોડવાથી છો નારાજ, તો અજમાવો આ ખાસ ટ્રીક

કોવિડ -19 મહામારીને પગલે, ભારતના ઘણા રાજ્યોએ ફટાકડા ફોડવા અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, એવા રાજ્યોમાં રાજસ્થાન, દિલ્હી, ઓડિશા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

Videos

કોવિડ -19 મહામારીને પગલે, ભારતના ઘણા રાજ્યોએ ફટાકડા ફોડવા અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, એવા રાજ્યોમાં રાજસ્થાન, દિલ્હી, ઓડિશા, સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ નિર્ણય બાદ ફટાકડા પર પ્રતિબંધ મુકાયા બાદ લોકો દિવાળી પર ફટાકડા ફોડી શકશે નહીં અને તેઓ નિરાશ થવાના છે.

આ નિર્ણય બાદ નિયમ તોડનારા અને ફટાકડા ફોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ કેટલાક જુગાડુ લોકોને ફટાકડા ફોડવા માટેનો તોડ શોધી કાઢ્યો છે. જુગાડુ લોકોએ અદભૂત શોધની શોધ કરી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો હસી-હસીને લોટ-પોટ થઇ જશે.

જુઓ આ વાયરલ વિડીયો 

https://www.facebook.com/watch/?v=953306782130056

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ માણસે ફુગ્ગાઓને એક દીરી સાથે બાંધીને રાખ્યા છે અને દોરોને સળગાવી દીધો છે. જેવો દોરને સળગાવ્યો તેવા તમામ ફુગ્ગાઓએ એક પછી એક ફૂટવા લાગ્યા અને ફટાકડાઓના જેવો આવવા લાગ્યો હતો. આ વીડિયો ફેસબુક પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. એક યુઝર્સે વીડિયો શેર કરીને લખ્યું, ‘ફટાકડા પર પ્રતિબંધ લગાવીથી થઇ નવી શોધ’.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામમાં દિવાળી ફટાકડા વિના ઉજવાશે. જિલ્લા વહીવટીતંત્રે 14 નવેમ્બર, દિવાળી પહેલા અને પછી ફટાકડા ફટાકડા ફોડનારા અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. દિવાળીના દિવસે પણ ફટાકડા ફક્ત 2 થી 8 વાગ્યા સુધી જ ફોડી શકશે.