Not Set/ Viral Video : બસ ડ્રાઈવરની ચાલાકીએ બચાવ્યો બાળકનો જીવ

ન્યૂયોર્કથી એક ચોંકાવનારો વીડિયો સામે આવી રહ્યો છે. જેમા એક મહિલા બસ ડ્રાઈવરે એક ઝડપી કારથી બાળકનો જીવ બચાવ્યો છે. જેનો વીડિયો સીસીટીવીમાં કૈદ થઇ ગયો છે. જેને હજારો લોકો જોઇ ચુક્યા છે અને સાથે શેયર પણ કરી રહ્યા છે. સીસીટીવી ફૂટેઝ મુજબ આ બાળક બસમાંથી ઉતરવા માંગી રહ્યો છે પરંતુ તેને ખબર નથી કે […]

Top Stories World
NEW YORK5 Viral Video : બસ ડ્રાઈવરની ચાલાકીએ બચાવ્યો બાળકનો જીવ

ન્યૂયોર્કથી એક ચોંકાવનારો વીડિયો સામે આવી રહ્યો છે. જેમા એક મહિલા બસ ડ્રાઈવરે એક ઝડપી કારથી બાળકનો જીવ બચાવ્યો છે. જેનો વીડિયો સીસીટીવીમાં કૈદ થઇ ગયો છે. જેને હજારો લોકો જોઇ ચુક્યા છે અને સાથે શેયર પણ કરી રહ્યા છે.

new york Viral Video : બસ ડ્રાઈવરની ચાલાકીએ બચાવ્યો બાળકનો જીવ

સીસીટીવી ફૂટેઝ મુજબ આ બાળક બસમાંથી ઉતરવા માંગી રહ્યો છે પરંતુ તેને ખબર નથી કે જ્યાથી તે ઉતરવા માંગે છે ત્યાથી એક કાર ફૂલ સ્પીડમાં આવી રહી છે. પરંતુ તે જ સમયે બસની ડ્રાઈવરે તે બાળકને પાછળથી ખેંચી લીધો અને સ્પીડમાં આવતી કાર નિકળી ગઇ અને એક ભયંકર અકસ્માત થતા ટળી ગયો.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકો આ બસ ડ્રાઈવરનાં ખૂબ વખાણ કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, આ ઘટના એપ્રિલની છે પરંતુ આ વીડિયોને ગુરુવારે ઓનલાઇન શેયર કરવામાં આવ્યો. વીડિયોને અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકો શેયર કરી ચુક્યા છે. સાથે લોકો બસ ડ્રાઈવરનાં ખૂબ વખાણ કરી રહ્યા છે.