Not Set/ નફ્ફટાઈની હદ જુવો: પહેલા કાન પકડી ગૂંઠણીયે પડી માતાજીની માફી માંગી,પછી ચોરી લીધો કિંમતી મુગટ

એક આધેડ ઉંમરના ચોરનો મુગટ ચોરી કરતા પહેલા માફી માગતો વિડીયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. તેલંગાણાના હૈદરાબાદના બહારના વિસ્તારમાં આવેલા દુર્ગા ભવાની મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરની આ હરકત કેદ થઈ ગઈ. જોવાની વાત એ છે કે ચોરી કરતાં પહેલાં ચોરે કાન પકડી માતાજીની માફી માંગી હતી.એ પછી પાપનો પસ્તાવો કરતો હોય તેમ ગુઠણીયે […]

India
maya 40 નફ્ફટાઈની હદ જુવો: પહેલા કાન પકડી ગૂંઠણીયે પડી માતાજીની માફી માંગી,પછી ચોરી લીધો કિંમતી મુગટ

એક આધેડ ઉંમરના ચોરનો મુગટ ચોરી કરતા પહેલા માફી માગતો વિડીયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. તેલંગાણાના હૈદરાબાદના બહારના વિસ્તારમાં આવેલા દુર્ગા ભવાની મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરની આ હરકત કેદ થઈ ગઈ.

જોવાની વાત એ છે કે ચોરી કરતાં પહેલાં ચોરે કાન પકડી માતાજીની માફી માંગી હતી.એ પછી પાપનો પસ્તાવો કરતો હોય તેમ ગુઠણીયે પણ પડયો હતો.માતાજીની માફી માંગી લીધા પછી તેણે સિફતથી મુગટ ચોરી લીધો હતો.

પોલીસે જણાવ્યું કે ચોરે જ્યારે મંદિરમાંથી 10 હજારની કિંમતના 35 તોલા ચાંદીવાળો હાર ચોર્યો ત્યારે પુજારી મંદિરમાં ઉપસ્થિત નહોતા.પોલીસે ચોર વિરુદ્ધ IPCની કલમ 380 હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.