Bollywood/ વિરુષ્કાની દીકરીની પ્રથમ તસ્વીર સોશિયલ મીડિયા પર છવાઈ, જુઓ તમે પણ  

તસવીર શેર કરતા વિકાસએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, “ખુશી આવી ગઈ છે. એક પરીએ કુટુંબમાં પગ મૂક્યો છે.” ફોટો પર ઘણાં કાર્ટૂન ઇમોજીસ બનાવીને વિકાસને વેલકમ પણ લખ્યું છે.

Entertainment
a 168 વિરુષ્કાની દીકરીની પ્રથમ તસ્વીર સોશિયલ મીડિયા પર છવાઈ, જુઓ તમે પણ  

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પરિવારમાં સોમવારે એક નાની પરી આવી છે. અનુષ્કાએ તેના પહેલા બાળકને જન્મ આપ્યો અને વિરાટ કોહલીએ તેને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી પિતા બનવાનું પોતાનું સપનું શેર કર્યું છે. આ ક્યૂટ બેબી ગર્લ વિશેના સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી પ્રસરી ગયા હતા અને હવે વિરુષ્કાની પુત્રીની પહેલી તસવીર પણ સોશિયલ મીડિયા પર આવી છે.

વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ વિરુષ્કાની પુત્રીની પહેલી તસવીર તેના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જો કે, ફોટામાં બાળકીના પગ જ જોવા મળી રહ્યા છે, પરંતુ આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી બન્યો પિતા, વિરૂષ્કાની પુત્રીની પ્રથમ તસવીર સામે આવી

તસવીર શેર કરતા વિકાસએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, “ખુશી આવી ગઈ છે. એક પરીએ કુટુંબમાં પગ મૂક્યો છે.” ફોટો પર ઘણાં કાર્ટૂન ઇમોજીસ બનાવીને વિકાસને વેલકમ પણ લખ્યું છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, જે પોસ્ટમાં વિરાટ કોહલીએ તેના પિતા બનવાના સમાચાર શેર કર્યા છે, એ જ પોસ્ટમાં તેણે ચાહકો અને મીડિયાને પણ તેના પરિવારને થોડીક પ્રાઈવેસી આપવાની અપીલ કરી છે.

anushka sharma virat kohli 1567687880 વિરુષ્કાની દીકરીની પ્રથમ તસ્વીર સોશિયલ મીડિયા પર છવાઈ, જુઓ તમે પણ  

વિરાટે કહ્યું કે, અમને બંનેને જણાવતા ખુશી થાય છે કે આજે બપોરે અમારા ઘરે દીકરી આવી છે. અમે તમારા પ્રેમ અને મંગળકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી દીકરી બંને સ્વસ્થ છે અને અમારુ આ સૌભાગ્ય છે કે અમને જીવનનું આ ચેપ્ટર અનુભવ કરવા મળ્યું. અમે જાણીએ છીએ કે આ સમયે અમને થોડી પ્રાઇવસીની જરૂર હશે. સ્નેહ વિરાટ

અનુષ્કા અને વિરાટની દીકરીનો જન્મ મુંબઇના એક પ્રાઇવેટ હોસ્પિટલમાં થયો છે. કોહલી અને અનુષ્કાના લગ્ન 2018માં થયા હતા. 27 ઓગસ્ટે સોશ્યલ મિડીયા પર આ વાતની જાણકારી આપી હતી.

વિરાટ અને અનુષ્કાના ઘરે પુત્રીના જન્મ પછી આ કપલને અભિનંદન મળી રહ્યા છે. વિરાટના સાથી ખેલાડી અને બોલિવૂડ સેલેબ્સ પણ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ક્રિકેટર આર અશ્વિને કોહલી અને અનુષ્કાને અભિનંદન પાઠવ્યા છે. શિખર ધવને પણ કોહલીને પિતા બનવા પર શુભકામના પાઠવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો