Bollywood/ મેરેજ એનિવર્સરી પર આ સુંદર મેસેજ અને ફોટા સાથે વિરાટે અનુષ્કાને કર્યું વિશ

અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના લગ્નને શુક્રવારે ત્રણ વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે ક્રિકેટર વિરાટ કોહલીએ ફેસબુક પર લગ્નની ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરી છે.

Entertainment
a 159 મેરેજ એનિવર્સરી પર આ સુંદર મેસેજ અને ફોટા સાથે વિરાટે અનુષ્કાને કર્યું વિશ

અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના લગ્નને શુક્રવારે ત્રણ વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે ક્રિકેટર વિરાટ કોહલીએ ફેસબુક પર લગ્નની ખૂબ જ ક્યૂટ તસવીર શેર કરી છે. વિરાટ કોહલીએ ફોટો શેર કરતા લખ્યું કે, “ત્રણ વર્ષ અને  જીવનભરનો એક સાથ.” ક્રિકેટરની આ પોસ્ટને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સેંકડો લોકોએ થોડીવારમાં આ તસવીર શેર કરી છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ચાહકો તેમની ત્રીજી વેડિંગ એનિવર્સરી પર દંપતીને અભિનંદન પાઠવી રહ્યા છે. વિરાટ કોહલીએ આ જ તસવીર ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

જો કે અનુષ્કા શર્મા દ્વારા હજી સુધી કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ તસવીર કે પોસ્ટ શેર કરવામાં આવી નથી. 11 ડિસેમ્બર 2017 ના રોજ, બોલિવૂડ અને ક્રિકેટટર વિરાટએ લગ્ન કર્યા હતા. લાંબા સમયના અફેર પછી, બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને તે વર્ષે થયેલા લગ્નોમાં અનુષ્કા અને વિરાટના લગ્ન સૌથી વધુ ચર્ચામાં હતા. સોશિયલ મીડિયા પર બંને સ્ટાર્સની ફેન ફોલોઇંગ પણ ખુબ જ સારી છે.

Anushka Sharma performs Shirshasana effortlessly with her baby bump; Virat  Kohli supports her balance

હાલમાં બંને જાન્યુઆરીમાં નવા મહેમાનના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા છે. અનુષ્કા શર્મા માતા બનવાની છે અને ઘણીવાર તેની બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આટલું જ નહીં, તેમણે શીર્ષાસન કરતી વખતે ફોટો પણ શેર કર્યો હતો. આમાં વિરાટ કોહલી પત્ની અનુષ્કાને શીર્ષાસન કરવામાં મદદ કરતો જોવા મળી રહ્યો છે. પતિ વિરાટ કોહલી સાથે દુબઈમાં સમય વિતાવ્યા બાદ અનુષ્કા શર્મા મુંબઈ પરત ફરી છે અને આ દિવસોમાં તે તેના માતા-પિતા સાથે સમય વિતાવી રહી છે.

Twitter announces Virat Kohli and Anushka Sharma's pregnancy news as the  most liked tweet in India in 2020

બ્લેક બિકીની પહેરી પુલમાં ઉતરી હિના ખાન, અભિનેત્રીની સુંદરતા જોઈ ચાહકો થયા દીવાના

એરિકા ફર્નાન્ડિઝ અને હર્ષદ ચોપડાનું ‘જુદા કર દિયા’ સોંગ રિલીઝ, જુઓ

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાને ડ્રગ્સ સપ્લાય કરનાર પૈડલરની કરાઈ ધરપકડ, 2.5 કરોડનું મળ્યું ડ્રગ્સ

તમિલ ટીવી અભિનેત્રી વીજે ચિત્રાએ કરી આત્મહત્યા, હોટલના બાથરૂમમાં…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…