કેપટાઉનમાં રમાયેલી ત્રણ મેચોની ટેસ્ટ સિરીજ જેના પહેલા જ મુકાબલામાં ટીમ ઇન્ડિયાને 72 રનો થી હારનો સામનો કરવો પડ્યો છે. હવે સાઉથ આફ્રિકા 1-0 થી આગળ છે અહી તેમણે વાપસી કરવામાં ઘણી મુશ્કેલી પડી શકે છે.
હવે ટીમ ઇન્ડિયા પર સવાલો ઊઠવા લાગ્યાં છે. બોલરોની માટે અનુકૂળ પરિસ્થિતિઓમાં રમવા માટે તૈયાર હતી અથવા ટી ઇન્ડિયા ભૂલી ગઈ હતી કે તમણે 25 વર્ષથી ફક્ત બે જ મેચો જીત્યાં છે.
ટીમ ઈન્ડિયાને પ્રેકટીસ માટે મોકો મળ્યો હતો હવે તેણે રદ કરવામાં આવ્યો છે. ભારતીય મેનેજમેન્ટએ કહ્યું કે, અભ્યાસ બદલે નેટ પ્રેક્ટિસથી વધારે સારી મદ્દદ પડશે તૈયારી કરવામાં. વિરાટ કોહલીએ હાર પછી કહ્યું કે, ટીમમાં કોઈએ ૭૦-૮0 જેટલા રન બનવા જોઈતા હતાં.
ટેસ્ટ સિરીજ પહેલા ભારતીય ખેલાડીઓ પ્રેકટીસ કરતાં શોપિંગ કરવામાં અને ફરવામાં વધુ ચર્ચામાં રહ્યાં. ટીમ ઇન્ડિયાએ આફ્રિકા સામે સારી તૈયારીઓ નહોતી કરી. જેના લીધે તેને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.
વર્ષ ૧૯૨૨-૨૩ માં ઈંગ્લેંડની ટીમ ટેસ્ટ મેચ હાર્યા પછી 5 મેચોના ટેસ્ટ સિરીજ 2-1 થી જીતવામાં કામયાબ રહી છે. હવે ભારત સામે મુશ્કિલઓ વધી છે.
