મહત્વના ન્યુઝ/ વિરાટ કોહલીએ ટેસ્ટનું સુકાનીપદ છોડ્યું ,કોહલીએ ટ્વીટથી આપી જાણકારી

કોહલીએ છેલ્લા ત્રણ મહિનામાં ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી છે. તેણે T20 વર્લ્ડ કપ બાદ T20 ફોર્મેટની કેપ્ટન્સી છોડી દીધી હતી.

Top Stories Sports
Untitled 50 1 વિરાટ કોહલીએ ટેસ્ટનું સુકાનીપદ છોડ્યું ,કોહલીએ ટ્વીટથી આપી જાણકારી

વિરાટ કોહલીએ શનિવારે ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે . તેમણે એક નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી હતી. ભારત તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હારી ગયું હતું. કોહલીએ ICC T20 વર્લ્ડ કપ પહેલા T20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. આ પછી પસંદગીકારોએ તેને ODI ટીમના સુકાનીપદેથી હટાવી દીધો હતો. હવે કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પણ છોડી દીધી છે.

આ  પણ  વાંચો:વિધાનસભા ચૂંટણી 2022 / ચૂંટણી પંચે રેલીઓ પર પ્રતિબંધ લંબાવ્યો, 22 જાન્યુઆરી સુધી ચૂંટણી જાહેર સભા યોજી શકશે નહીં

કોહલીએ છેલ્લા ત્રણ મહિનામાં ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી છે. તેણે T20 વર્લ્ડ કપ બાદ T20 ફોર્મેટની કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી, તેને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી પહેલા વનડેની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવ્યો હતો. હવે કોહલીએ ટેસ્ટની કેપ્ટનશીપ પણ છોડી દીધી છે.

આ પણ   વાંચો:વિધાનસભા ચૂંટણી 2022 / ચૂંટણી પંચે રેલીઓ પર પ્રતિબંધ લંબાવ્યો, 22 જાન્યુઆરી સુધી ચૂંટણી જાહેર સભા યોજી શકશે નહીં

2014માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ બાદ કોહલી ટેસ્ટ કેપ્ટન બન્યો હતો. તે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ કેપ્ટન છે.