Not Set/ ફૂટબોલમાં પણ વિરાટ સેનાએ બાજી મારી, સેલિબ્રિટી ક્લાસિક્સ મુકાબલામાં થયો 7-3 થી વિજય

વિરાટ સેનાએ માત્ર ક્રિકેટના ક્ષેત્રમાં જ નહિ પણ ફૂટબોલમાં પણ ધમાકો કરી રહી છે. મુંબઈના અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રમાયેલી ફૂટબોલ ચેરીટી મેચના સેલિબ્રિટી ક્લાસિક્સ મુકાબલામાં વિરાટ કોહલીની કેપ્ટનસી વાળી ઓલ હાર્ટ્સે ટીમનો ઓલ સ્ટાર્સ સામે 7-3 થી વિજય થયો હતો. ઓલ હાર્ટ્સેની ટીમ તરફથી સૌથી વધુ ગોલ મહેન્દ્રસિંહ ધોની અને અનિરુધ્ધ શ્રીકાંતે કર્યા હતા. ધોની અને શ્રીકાંતે  […]

Sports
172748 632156 bdfb ફૂટબોલમાં પણ વિરાટ સેનાએ બાજી મારી, સેલિબ્રિટી ક્લાસિક્સ મુકાબલામાં થયો 7-3 થી વિજય

વિરાટ સેનાએ માત્ર ક્રિકેટના ક્ષેત્રમાં જ નહિ પણ ફૂટબોલમાં પણ ધમાકો કરી રહી છે. મુંબઈના અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રમાયેલી ફૂટબોલ ચેરીટી મેચના સેલિબ્રિટી ક્લાસિક્સ મુકાબલામાં વિરાટ કોહલીની કેપ્ટનસી વાળી ઓલ હાર્ટ્સે ટીમનો ઓલ સ્ટાર્સ સામે 7-3 થી વિજય થયો હતો.

ઓલ હાર્ટ્સેની ટીમ તરફથી સૌથી વધુ ગોલ મહેન્દ્રસિંહ ધોની અને અનિરુધ્ધ શ્રીકાંતે કર્યા હતા. ધોની અને શ્રીકાંતે  અનુક્રમે 2-2 ગોલ કર્યા હતા જયારે કોહલી અને જાધવે 1-1 ગોલ કર્યા હતા. ઓલ હાર્ટ્સેની ટીમ તરફથી રમતા ધોનીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ધોનીએ પોતાનો પહેલો ગોલ 5 મિનિટે અને બીજો ગોલ 39 મિનિટે કર્યો હતો.

મહત્વનું છે કે, આ મેચનું આયોજન કરવાનો ઉદ્દેશ એક ફાઉન્ડેશન ચેરીટી માટે ફંડ એકત્ર કરવાનો હતો. સેલિબ્રિટી ક્લાસિક્સ મુકાબલામાં ઓલ હાર્ટ્સે ટીમની કેપ્ટનસી વિરાટ કોહલીએ જયારે ઓલ સ્ટાર્સની ટીમની કેપ્ટનસી રણબીર કપૂરે કરી હતી.