Cricket/ ધોની છોડી શકે છે CSK ની કમાન, દિગ્ગજ ખેલાડીએ આપ્યું નિવેદન

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝન તાજેતરમાં સમાપ્ત થઈ છે. આઈપીએલ 2020 ની આ સીઝન ઘણી રીતે ખાસ રહી છે જેમાં પહેલીવાર ચાહકોએ ઘણી વસ્તુઓ જોઈ છે. આ પહેલીવાર હતું જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ ન શકી. વળી ચેન્નઈ સુપર કિંગ્સની છેલ્લી મેચમાં, કેપ્ટન એમએસ ધોનીએ પણ સ્પષ્ટ કરી દીધું […]

Sports
asdq 118 ધોની છોડી શકે છે CSK ની કમાન, દિગ્ગજ ખેલાડીએ આપ્યું નિવેદન

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝન તાજેતરમાં સમાપ્ત થઈ છે. આઈપીએલ 2020 ની આ સીઝન ઘણી રીતે ખાસ રહી છે જેમાં પહેલીવાર ચાહકોએ ઘણી વસ્તુઓ જોઈ છે. આ પહેલીવાર હતું જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ ન શકી.

વળી ચેન્નઈ સુપર કિંગ્સની છેલ્લી મેચમાં, કેપ્ટન એમએસ ધોનીએ પણ સ્પષ્ટ કરી દીધું હતું કે તે હાલ આઇપીએલમાંથી નિવૃત્તિ લેવાનું વિચારતો નથી. જો કે ભારતીય ટીમનાં પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરે તેની કેપ્ટનશિપ અંગે મોટું નિવેદન આપ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે સીએસકેની ટીમમાં ધોની બાદ કોને કેપ્ટનશીપની તક મળી શકે છે. સંજય બાંગર માને છે કે, સીએસકેની ટીમ આગામી સીઝન માટે તેમની કેપ્ટનશીપ બદલી શકે છે અને ધોનીને બદલે ફાફ ડુપ્લેસિસને કેપ્ટનશીપ આપી શકે છે. બાંગરનું માનવું છે કે, સીએસકેની ટીમ તેમની ભાવિ ટીમ બનાવવા માટે કેપ્ટનશીપમાં ફેરફાર કરી શકે છે અને ધોનીની ગેરહાજરીમાં ડુપ્લેસિસ સિવાય તેની પાસે બીજો કોઈ સારો વિકલ્પ નથી.

સ્ટાર સ્પોર્ટ્સ શો ક્રિકેટ કનેક્ટેડ પર વાત કરતા સંજય બાંગરે કહ્યું કે, ધોનીએ કદાચ 2011 નાં વર્લ્ડ કપ પછી પહેલી વાર ભારતીય ટીમમાંથી પોતાની કેપ્ટનશીપ છોડવાનો વિચાર કર્યો હશે, પરંતુ તે જાણતો હતો કે ભારતને હજી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની મુલાકાતે જવાનું છે અને ટીમની સામે કેટલીક મુશ્કિલ મેચ આવવાની છે. તે સમયે ભારતીય ટીમનો કોઈ પણ ખેલાડી કેપ્ટન માટે તૈયાર નહતો. ધોનીએ યોગ્ય સમયે વિરાટ કોહલીને કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય કર્યો અને ટીમમાં ખેલાડી તરીકે રમ્યો હતો. સંજય બાંગરે વધુમાં જણાવ્યું હતું કે તેમનુ માનવુ છે કે આઇપીએલ 2021 માં ધોની સીએસકેની કમાન ડુપ્લેસિસને સોંપશે અને તે એક ખેલાડી તરીકે રમવા માંગશે.