Not Set/ ભારતીય હોકી અમ્પાયર્સનાં મેનેજર વિરેન્દ્રસિંહનું કોરોનાનાં કારણે નિધન

ભારતીય હોકી અમ્પાયર્સનાં મેનેજર વિરેન્દ્રસિંહનું મોત કોવિડ-19 નાં કારણે થયું છે. તે 47 વર્ષનાં હતા. તેમણે સોમવારે ઉત્તર પ્રદેશનાં મેરઠમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Sports
123 150 ભારતીય હોકી અમ્પાયર્સનાં મેનેજર વિરેન્દ્રસિંહનું કોરોનાનાં કારણે નિધન

ભારતીય હોકી અમ્પાયર્સનાં મેનેજર વિરેન્દ્રસિંહનું મોત કોવિડ-19 નાં કારણે થયું છે. તે 47 વર્ષનાં હતા. તેમણે સોમવારે ઉત્તર પ્રદેશનાં મેરઠમાં અંતિમ શ્વાસ લીધા હતા. વિરેન્દ્રએ અમ્પાયર્સનાં મેનેજર તરીકે અનેક અખિલ ભારતીય ટૂર્નામેન્ટ્સ અને રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. તેમનું કામ મેચ માટેનાં શ્રેષ્ઠ અમ્પાયરોની પસંદગી કરવાનું હતું. આ સિવાય તે રેલ્વેમાં નોકરી કરતા હતા.

ક્રિકેટ / કોરોનાનાં વધતા કેસને જોતા ભારતમાં ટી-20 વર્લ્ડકપ પર છવાયા સંકટનાં વાદળ, ICC લઇ શકે છે મોટો નિર્ણય

હોકી ઈન્ડિયાએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. હોકી ઈન્ડિયાનાં પ્રમુખ જ્ઞાનેન્દ્રો નિંગોમ્બામે કહ્યું કે, વિરેન્દ્રસિંહનાં અકાળ અવસાનથી અમને ઘણું દુઃખ થયું છે. મેચ સાથે સંબંધિત કામ ઉપરાંત, તે અમ્પાયરો અને તકનીકી અધિકારીઓ સાથે જોડાયેલી હોકી ઇન્ડિયાનાં કાર્યમાં સક્રિયપણે ભાગ લેતા હતા. ભારતીય હોકીનાં વિકાસ માટે તે હોકી ઈન્ડિયા સાથે અનેક વિશેષ ભૂમિકામાં દેખાયા છે. તે હોકી ઈન્ડિયાની પહેલ પર અમ્પાયરો અને તકનીકી અધિકારીઓ સાથે પણ સંકળાયેલા હતા. તેમના અચાનક અવસાનથી હોકીની દુનિયામાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

IPL 2021 / સુરેશ રૈનાએ IPLમાં સિક્સરની બેવડી સદી કરી પૂર્ણ, જાણો તેણે અત્યાર સુધી કઈ-કઈ ઉપલબ્ધિ હાસિલ કરી

ગયા અઠવાડિયાની શરૂઆતમાં, પ્રખ્યાત હોકી આંકડાશાસ્ત્રી અને ઇતિહાસકાર બાબુલાલ ગોવર્ધન જોશીનું પણ કોવિડ-19 માંદગીને કારણે અવસાન થયું હતું.

Untitled 44 ભારતીય હોકી અમ્પાયર્સનાં મેનેજર વિરેન્દ્રસિંહનું કોરોનાનાં કારણે નિધન