બેદરકારી/ વીરપુરના રહેવાસીઓ આધારકાર્ડના ધક્કા ખાઇને કંટાળ્યા, આખરે ક્યારે તેમની સમસ્યાનો આવશે નિવારણ?

આધારકાર્ડએ સરકારી કામકાજ માટે આધાર પુરાવો છે…ત્યારે રાજકોટના વિરપુરના લોકો આધારાકાર્ડ કઢાવવા માટે ધક્કા ખાઈ રહ્યાં છે…..જોવો વિશેષ અહેવાલ આધાર માટે ધક્કા.. આધારકાર્ડ એ હવે તમામ સરકારી કામ કાજ માં ઉપયોગી અને ફરજીયાત થઇ ગયુ છે ત્યારે રાજકોટ જિલ્લા ના વીરપુર ગામ માં આધાર કાર્ડ ની કામગીરી થતી જ નથી અને લોકો આધાર કાર્ડ કાઢવા […]

Gujarat
aadhaar વીરપુરના રહેવાસીઓ આધારકાર્ડના ધક્કા ખાઇને કંટાળ્યા, આખરે ક્યારે તેમની સમસ્યાનો આવશે નિવારણ?

આધારકાર્ડએ સરકારી કામકાજ માટે આધાર પુરાવો છે…ત્યારે રાજકોટના વિરપુરના લોકો આધારાકાર્ડ કઢાવવા માટે ધક્કા ખાઈ રહ્યાં છે…..જોવો વિશેષ અહેવાલ આધાર માટે ધક્કા..

આધારકાર્ડ એ હવે તમામ સરકારી કામ કાજ માં ઉપયોગી અને ફરજીયાત થઇ ગયુ છે ત્યારે રાજકોટ જિલ્લા ના વીરપુર ગામ માં આધાર કાર્ડ ની કામગીરી થતી જ નથી અને લોકો આધાર કાર્ડ કાઢવા માં માટે ત્રાહિમામ પોકારી જાય છે, વીરપુર માં આધાર કાર્ડ ની કામગીરી શરૂ કરાવવા માટે થેયલ તમામ રજૂઆત ને સરકારી તંત્ર ધોળી ને પી ગયું છે અને વીરપુર ના ગામ લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે, ત્યારે સરકાર સામાન્ય લોકો ને અસર કરતી આવી કામગીરી માં વિશેષ ધ્યાન આપે તે જરૂરી છે.

રાજકોટ જિલ્લા નું વીરપુર જલારામ ગામ ના લોકો હાલ આધાર કાર્ડ મેળવવા અને તેને લગતી કામગીરી માટે હેરાન પરેશાન થઇ રહ્યા છે. 20 હજાર ની વસ્તી ધરાવતા આ ગામ ના લોકો ને એક આધાર કાર્ડ કઢાવવા માટે કે તેને લગતી કોઈ કામગીરી કરવા માટે વીરપુર થી જેતપુર સુધી નો 20 કિલોમીટર નો ધક્કો ખાવો પડે છે, ખેત મજૂરો એન ખેડૂત ની વધુ વસતી ધરાવતું આ ગામ ના લોકો ને આધાર કાર્ડ કઢાવવા માટે સવાર ના તમામ જાત ના કામ ને પડતા મૂકી ને જેતપુર આવી જવું પડે છે આમ છતાં તેવો નું કામ એક દિવસ માં પૂરું થતું નથી.

એક આધાર કાર્ડ માટે જેતપુર નો ધર્મનો ધક્કો ખાધો હોય તેવી હાલત થાય છે, ત્યારે આધાર કાર્ડ ના કામ માટે વીરપુર થી જેતપુર આવતા લોકો ની હાલત કફોડી થાય છે, કારણ કે કામ નહિ પૂરું થતા તે દિવસ ની મજૂરી પણ નથી મળતી સાથે આધાર કાર્ડ નું કામ પણ પૂરું થતું નથી જેને લઈ ને તેવો ને તો જેતપુર નો આખો દિવસ ટેબલે ટેબલે ધક્કા ખાવા પડે છે અને જાણે કે ધર્મ નો ધક્કો ખાતા હોય તેવી હાલત થાય છે.

20 હજાર ની વસ્તી ધરાવતા વીરપુર માં આધાર કાર્ડ ની કામગીરી માટે 5 માસ પહેલા સરકારે વીરપુર પોસ્ટ ઓફિસ માં તમામ જાત ની સુવિધા કરી આપી છે પરંતુ આમ છતાં અહીં અહીં કાયમ મટે આધાર કાર્ડ ની કીટ બંધ છે કોઈ કામ કરવા વાળું નથી વગેરે કારણો સાથે અહીં 5 મહિના થયા આધાર કાર્ડ ની કામગીરી બંધ છે, આબાબતે વીરપુર ગ્રામપંચાયત અને વીરપુર ના સરપંચ દ્વારા સરકાર ના તમામ લગતા વળગતા વિભાગો ને લેખિત મૌખિક રીતે રજુઆત કરી ચુક્યા છે, પરંતુ નીમ્ભર કરકરી તંત્ર ના કાને આ વીરપુર ગામ ના લોકો ની રજુઆત સાંભળતી નથી ને વીરપુર ના લોકો ની વ્યથા પણ સમજી સકતા નથી.

20 હજાર ની વસ્તી ધરાવતા વીરપુર માં જે આધાર કાર્ડ ની કામગીરી બંધ છે તેની જાણ આજે જ જેતપુર મામલતદાર ને થઇ હોય તેવો હવે આ બાબતે ઉપર રજુઆત કરવા ની વાત કરી રહ્યા છે જે ખરે ખરે તો આ કામગીરી બાબતે બેદરકારી એન પોતાની જવાદારી માંથી છટકવા ની વાત કરી ને હાથ અઘ્ધર કરતા જોવા મળ્યા હતા.

ગુજરાત ભર માં સામાન્ય લોકો ને અસર કરતી સીધી કામગીરી માં કોઈ ને કોઈ જગ્યા એ લોકો ને હેરાન ગતિ નો સામનો કરવો પડે છે ત્યારે સરકાર સામાન્ય લોકો સાથે જોડાયેલ કામગીરી ને વિશેષ પદ્ધતિ બનાવી ને સામાન્ય લોકો માટે કામ આસાન કરે અંતે જરૂરી છે.