મતદાન પ્રક્રિયા/ પશ્ચિમ બંગાળ અને આસામની 69 બેઠકોમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ, શુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં કર્યું મતદાન

પશ્ચિમ બંગાળ અને આસામના ગઢમાં જીત મેળવવા માટે ભાજપ છેલ્લા કેટલાક મહિનાઓથી એડી ચોટીનું જોર લગાવી રહ્યું હતું. ત્યારે આજેપશ્ચિમ બંગાળ અને આસમમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બધાની

Top Stories India
shubhendu 2 પશ્ચિમ બંગાળ અને આસામની 69 બેઠકોમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ, શુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં કર્યું મતદાન

પશ્ચિમ બંગાળ અને આસામના ગઢમાં જીત મેળવવા માટે ભાજપ છેલ્લા કેટલાક મહિનાઓથી એડી ચોટીનું જોર લગાવી રહ્યું હતું. ત્યારે આજેપશ્ચિમ બંગાળ અને આસમમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. બધાની નજર આ હાઈ પ્રોફાઈલ નંદીગ્રામ બેઠક પર છે. જ્યાંથી મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના પૂર્વ સહયોગી જેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે શુવેન્દુ અધિકારી વચ્ચે સીધી ટક્કર છે.તેની વચ્ચે ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે કહ્યું કે બંગાળમાં ખેલા નહીં વિકાસ થશે.

Assembly Elections Phase 2 Voting: Bengal's Biggest Fight Today In Nandigram, 39 Seats Up For Polls In Assam

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના આજે બીજા તબક્કાનું મતદાન છે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કામાં 4 જિલ્લાની 30 બેઠકો પર 191 ઉમેદવારો મેદાનમાં છે જેમના ભાગ્યનો ફેસલો 75 લાખ મતદારો કરશે.

Mamata vs Suvendu: Who will Nandigram vote for in phase II of West Bengal polls - cnbctv18.com

પશ્ચિમ મેદિનીપુરની 9 બેઠકો, બાંકુડાની 8, દક્ષિણ 24 પરગણાની 4 અને પૂર્વ મેદિનીપુરની 9 બેઠક પર મતદાન થવાનું છે. અધિકારીઓએ જણાવ્યું કે ચૂંટણી પંચે તમામ 10,620 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કરેલા છે અને કેન્દ્રીય દળોની લગભગ 651 કંપનીઓ તૈનાત કરાઈ છે.

We Will Vote for Didi': Mamata Banerjee's Nandigram Rally a Show of Strength for TMC

આસામ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે સવારે 7 વાગે શરૂ થયું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કામાં 13 જિલ્લાની 39 બેઠકો માટે 345 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 26 મહિલાઓ છે. 73 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…