Not Set/ જોઈએ છે એવો વર કે જેણે કોવિશિલ્ડ વેકસીન લીધી હોય : યુવતીએ આપેલી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ

દોઢ વર્ષથી સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોના વાયરસની અસર લોકોના શરીર પર જ નહીં પરંતુ મન અને મગજ પર પણ આવી થઈ ગઈ છે,કોરોના એ લોકોની જીવનશૈલીમાં ધરમૂળથી ફેરફાર કરી નાખ્યો છે,

World Trending
vaccinated groom જોઈએ છે એવો વર કે જેણે કોવિશિલ્ડ વેકસીન લીધી હોય : યુવતીએ આપેલી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ

દોઢ વર્ષથી સમગ્ર વિશ્વને હચમચાવી નાખનાર કોરોના વાયરસની અસર લોકોના શરીર પર જ નહીં પરંતુ મન અને મગજ પર પણ આવી થઈ ગઈ છે,કોરોના એ લોકોની જીવનશૈલીમાં ધરમૂળથી ફેરફાર કરી નાખ્યો છે. આ સ્થિતિમાં લગ્ન પ્રસંગો, આપણી ધાર્મિક વિધિ, રીત-રિવાજો દરેક પર તેની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. એજ કારણ છેકે, હવે લોકો પહેલાં કરતા વધારે સતર્ક થઈ ગયા છે.કોરોના આવ્યા બાદ વિશ્વના વિવિધ શહેરોમાં ચિત્ર-વિચિત્ર બાબતો કે ઘટનાઓ સામે આવી રહી છે.મેટ્રીમોનીઅલ માટે પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે તે સાંભળી અને તમે પણ ચોંકી ઉઠશો.

Shashi Tharoor Covid Positive: Congress' Shashi Tharoor Tests Positive For COVID-19

કોંગ્રેસ સાંસદ શશી થરૂર પોતાની  ડિબેટ થકી વિરોધીઓને જવાબ આપવા માટે ઘણા પ્રખ્યાત છે. શશી થરૂરે ઘણીવાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ઘણીવાર ટ્વીટ કર્યુ છે. ઘણીવાર તેઓ મજાકિયા ટ્વીટ પણ કરી દેતા હોય છે. ત્યારે સાંસદ શશી થરૂરે આ ઘટના પર મજેદાર ટ્વીટ કર્યુંશશી થરૂરે ટ્વીટ કર્યું કે- વેક્સીન લીધેલી યુવતીએ વેક્સીન લગાવી ચૂકેલા યુવકની કરી માગ, એમાં કોઈ નવાઈ નથી કે લગ્નની ગિફ્ટ એક બુસ્ટર શોટ હશે. શું આ જ આપણું ન્યૂ નોર્મલ છે?

Vaccinated bride seeks vaccinated groom

 

આ જ પ્રકારની એક જાહેરાત વિદેશના અખબારમાં છપાય છે જે સોશિયલ મીડિયામાં એટલી ઝડપથી વાયરલ થઇ રહી છે કે ન પૂછો વાત. લગ્ન માટે  છપાતી જાહેરાતમાં કોઈ આવી ડિમાન્ડ પણ કરે? સોશિયલ મીડિયામાં હાલ યુવતીએ આપેલી જાહેરાતની ખબર વાયરલ થઈ રહી છે. 4 જૂન 2021ના દિવસે ન્યૂઝપેપરમાં મેટ્રીમોનિયલ એડવર્ટાઈઝમેન્ટ છપાઈ જેમાં લગ્નવાંચ્છુક યુવતીએ અજીબોગરીબ ડિમાન્ડ કરી છે.

matri ad જોઈએ છે એવો વર કે જેણે કોવિશિલ્ડ વેકસીન લીધી હોય : યુવતીએ આપેલી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ

જાહેરાતમાં એક સેલ્ફ એમ્પલોઈડ કેથૈલિક મહિલાએ પોતાના ધર્મના કોઈ યુવક સાથે લગ્ન માટે જાહેરાત આપી છે. આ જાહેરાતમાં એક અલગ જ પ્રકારની શરત મૂકી છે.યુવતીએ એવી જાહેરાત કરી કે તેને કોવિશિલ્ડ વેક્સીનના બંને ડૉઝ લીધા છે અને તે એવા વરની શોધમાં છે જેને કોવિશિલ્ડ વેક્સીન જ લીધી હોય. હવે યુવતીએ આપેલી આવી જાહેરાત બાદ આ જાહેરાત વાયુવેગે સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કોઈ એને હળવી મજાક ગણાવી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છેકે, યુવતીની ડિમાન્ડ ખોટી નથી.

majboor str 12 જોઈએ છે એવો વર કે જેણે કોવિશિલ્ડ વેકસીન લીધી હોય : યુવતીએ આપેલી જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ