Not Set/ દેશને ભાજપયુક્ત અને કોંગ્રેસમુક્ત બનાવવા માગીએ છીએ : જેપી નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આજે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવા માટે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉમટી પડ્યા હતા. ભારે ઉમળકાભેર સ્વાગત કરાયા બાદ જેપી નડ્ડાએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું […]

Top Stories India
jp nadda.PNG1 દેશને ભાજપયુક્ત અને કોંગ્રેસમુક્ત બનાવવા માગીએ છીએ : જેપી નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આજે ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કરવા માટે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉમટી પડ્યા હતા.

jp nadda.PNG3 દેશને ભાજપયુક્ત અને કોંગ્રેસમુક્ત બનાવવા માગીએ છીએ : જેપી નડ્ડા

ભારે ઉમળકાભેર સ્વાગત કરાયા બાદ જેપી નડ્ડાએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, દેશને ભાજપયુક્ત અને કોંગ્રેસમુક્ત બનાવવા માગીએ છીએ. ગુજરાતની ધરતી દુનિયા અને દેશને સંદેશ આપનારી ધરતી છે, આ ધરતી બાપુ, સરદાર અને  PM મોદીની ધરતી છે. અમિત શાહની સંગઢન સશક્તિ કરણની શક્તિને કારણે ભારતીય જનતા પાર્ટીનો લોકસભામાં ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે. અને આજ કારણ છે કે, આજે ભારતીય જનતા પાર્ટી માત્ર ભારતની જ નહિ, પરંતુ  સમગ્ર વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

ભાજપના સદસ્યતા અભિયાન અંગે નડ્ડાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી સભ્યપદ અભિયાનમાં પોતાનો જ રેકોર્ડ તોડશે. અને ભારતીય જનતા પાર્ટી ભારતને કોંગ્રેસ મુક્ત ભારત બનાવશે. માટે સરકાર અને સંગઠનમાં હજી વધારે કામ કરવાનું છે. ગાંધીની 150મી જન્મ જયંતી ઉજવીશું ત્યારે, એક એક કાર્યકર્તાએ ગાંધીની જીવન શૈલી લોકો સુધી પહોંચાડવામાં આવશે. સ્વચ્છતા ગાંધીને ગમતી હતી અને મોદીએ દેશમાં સ્વચ્છતાને એક આંદોલન બનાવી દીધું છે.
jp nadda દેશને ભાજપયુક્ત અને કોંગ્રેસમુક્ત બનાવવા માગીએ છીએ : જેપી નડ્ડા
નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં જળસંચય, ઉજ્જવલ યોજના, જેવી અનેક યોજનાઓ વડાપ્રધાન મોદીએ ચાલુ કરી છે. આ પ્રાર્ટી ગુજરાતમાં સૌથી વધારે લોકો ભાજપમાં જોડાય તેવું કાર્ય ભારતીય જનતા પાર્ટીએ કરવાનું છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મારુ સ્વાગત કરવા માટે આવ્યા તે માટે તમામનો આભાર માન્યો હતો.
jp nadda.PNG4 દેશને ભાજપયુક્ત અને કોંગ્રેસમુક્ત બનાવવા માગીએ છીએ : જેપી નડ્ડા
બાદમાં જેપી નડ્ડા દ્વારા કમલમમાં ધારાસભ્યોની સાથે બેઠક બાદ સંગઠનની પણ બેઠક યોજવામા આવી હતી. જેમાં પ્રદેશના હોદ્દેદારો, મોરચા પ્રમુખ, બોર્ડ-નિગમના ચેરમેન હાજર રહ્યા હતા. આ ઉપરાંત સદસ્યતા અભિયાન સંદર્ભે તેઓએ પ્રભારીઓ સાથે પણ બેઠક કરી હતી. આવતી કાલે, 20મી જુલાઈના રોજ નડ્ડા સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત પણ લેવાના છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન