રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી/ રૂપાલમાં આનંદની લહેર : વરદાયિની માતાજીની પલ્લી ભરાશે

પાંડવ કાળ દરમિયાનથી આ એતિહાસિક વરદાયિની માતાની પલ્લી નિકળે છે. જેમાં અનેક લિટર ઘી વરદાયિની માતાના રથ પર ચડાવામાં આવે છે અને આ રથને સમગ્ર ગામમાં ફેરવામાં આવે છે.

Top Stories Gujarat Others
p5 1 રૂપાલમાં આનંદની લહેર : વરદાયિની માતાજીની પલ્લી ભરાશે

આજરોજ 4 ઓકટોબેરના રોજ રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી ભરાવાની છે. આ પલ્લી સાથે લાખો ભક્તોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે ત્યારે મંદરીના ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. પાંડવ કાળ દરમિયાનથી આ એતિહાસિક વરદાયિની માતાની પલ્લી નિકળે છે. જેમાં અનેક લિટર ઘી વરદાયિની માતાના રથ પર ચડાવામાં આવે છે અને આ રથને સમગ્ર ગામમાં ફેરવામાં આવે છે. છેલ્લા 2 વર્ષ થી કોરોના લીધી ભક્તોની સંખ્યા મર્યાદિત હતી.  પરંતુ આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો રૂપાલ ગામે આવશે ત્યારે માતાજીના પલ્લીના દર્શન શાંતિ પૂર્વક થઈ શકે તે માટે ગાંધીનગર જિલ્લા પ્રસાસન પણ તૈયારીઓમાં લાગ્યું છે

  • પાંડવો દ્વારા શરુ થઈ હતી આ પલ્લી
  • રૂપાલની પલ્લીમાં વહેશે ઘી નદીઓ
  • જિલ્લા પ્રસાસન તૈયારીઓમાં લાગ્યું

ગાંધીનગર ના રૂપાલ ગામે પાંડવ કાળ દરમિયાન થી એતિહાસિક વરદાયિની માતા ની પલ્લી નિકળે છે. એની પાછલ ની કથા એ છે કે પાંડવોએ માતાજીની આજ્ઞા બાદ અજ્ઞાત વાસ માં રૂપાલ ગામની વરખડીના વૃક્ષમાં શસ્ત્રો છુપાવ્યા હતા. અને અજ્ઞાત વાસ પૂરો થયા બાદ અને મહાભારત યુદ્ધ જીત્યા બાદ પાંડવો આ સ્થળે આવ્યા અને માતાજી ની આજ્ઞા બાદ અહીંયા સોનાની પલ્લીનો રથ બનાવી આ ગામ માં ફેરવ્યો હતો.

ત્યારબાદ વર્ષોથી આ ગામમાં પલ્લી નીકળે છે …

લાખો ભક્તોની શ્રદ્ધા અને આસ્થા સમાન પલ્લી આ વર્ષે પણ નીકળી રહી છે ત્યારે મંદિરની તૈયારીઓ અંગે મંદિરના મુખ્ય ટ્રસ્ટી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે 4ઓકટોબરે રાતે પલ્લી નીકળશે. 5 મી તારીખે સવારે મંદિરમાં આવશે. છેલ્લા 2 વર્ષ થી કોરોનાને કારણે ભક્તો ઓછા આવ્યા હતા. પણ આ વખતે કોરોના ગયા બાદ ભક્તો વધુ આવશે, અને ઘી નો અભિષેક પણ થશે યાત્રાળુઓના ભોજન, આરોગ્ય, ફાયર બ્રિગેડ સહિતની સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.

કલેકટર દ્વારા સરકારી સુવિધાઓ જેમાં રોડ રસ્તા ,cctv , સુવા અને રહેવા ની વ્યવસ્થા કરવામાં આવી છે.  દરેક યાત્રાળુઓને સુગમતા રહેશે.