કડવી હકીકત/ દુષ્કર્મની ઘટનામાં સંપૂર્ણપણે દોષનો ટોપલો પોલીસ ઉપર ઢોળી શકાય નહીં : હર્ષ સંઘવી

તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં બળાત્કારની ઘટના માટે મોબાઈલ અને પરિવારના સભ્યો વધુ જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.

Gujarat Others
હર્ષ સંઘવી

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવાં આવેલ એક નિવેદનની ભારે ચર્ચા જગાવી  છે. સતત વધી રહેલી બળાત્કારની ઘટનાને લઈને હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે, બળાત્કારની ઘટનામાં દોષનો ટોપલો સંપૂર્ણપણે  પોલીસ ઉપર ઢોળી શકાય નહીં. ગુજરાતમાં સ્ત્રીઓ સૌથી વધુ સુરક્ષિત છે ત્યારે જે દુષ્કર્મની થાય છે તેના માટે પોલીસ નહીં પરંતુ મોબાઈલ ફોન જવાબદાર છે. આજકાલ મોબાઈલ ખૂબ સામાન્ય બની ગયા છે અને તેમાં લોકો સરળતાથી પોર્ન ફિલ્મો કે અશ્લીલ વીડિયો જોઈ શકે છે. જેના કારણે આવેગમાં આવીને એક પિતા તેની દીકરી ઉપર દુષ્કર્મ આચારે છે.

દુષ્કર્મ માટે મોબાઈલ જવાબદાર : હર્ષ સંઘવી  

દુષ્કર્મને સમાજનું કલંક ગણાવતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુ જણાવતા કહયું હતું કે, બળાત્કારની ઘટના વધવાનું કારણ મોબાઈલમાં આવતા અશ્લીલ વીડિયો છે. ઉપરાંત પાડોશી અને પરિવારના સભ્યો દ્વારા યુવતી ઉપર ત્રાસ ગુજારવામાં આવે છેઃ તે વાસ્તવમાં શરમજનક અને કલંકરૂપ છે. તાજેતરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં બળાત્કારની ઘટના માટે મોબાઈલ અને પરિવારના સભ્યો વધુ જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. આપણે દરેક ઘટના માટે પોલીસને જવાબદાર ગણીએ છીએ પરંતુ દુષ્કર્મ માટે સંપૂર્ણપણે પોલીસને દોષ દેવો અસ્થાને છે. કારણકે મોબાઈલ ફોનના કારણે સામાજીક વિકૃતિ  વધી રહી છે અને તેના કારણે જ દુષ્કર્મના કિસ્સાઓ બધી રહ્યા છે. એક પિતા તેની દીકરી સાથે અપકૃત્ય કરે તેનાથી મોટું કલંક બીજું કયું હોય શકે. આ બાબતથી મોટી અને ગંભીર સમસ્યા બીજી કઈ  હોય શકે?

નોંધનીય છે કે 8 ડિસેમ્બર 2021માં સુરતના પાંડેસરા વિસ્તારમાં અઢીવર્ષની બાળકી સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને દોષી  કરાર કરીને સજા ફટકારી હતી. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચી હતી. શોધખોળ દરમિયાન પોલીસને આરોપીના મોબાઈલમાંથી વધારે અશ્લીલ વીડિયો મળ્યા હતા. ત્યારે આરોપીને સજા ફટકારાયા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બળાત્કાર માટે મોબાઈલને જવાબદાર ગણાવી આરોપીને સજા થવાની વાતને પીડિતાના પરિવારની જીત થઈ હોવાનું, ન્યાય મળ્યો હોવાનું કહ્યું હતું.

આ પણ  વાંચો : વહેલી ચૂંટણીના દેખાતા સ્પષ્ટ સંકેતો

આ પણ  વાંચો : ઈન્ફોસિસે રશિયામાં પોતાની ઓફિસ બંધ કરી, જાણો કારણ

આ પણ  વાંચો : પંજાબ બાદ હવે ‘આપ’નું ટાર્ગેટ છે ગુજરાત, કેજરીવાલ અને ભગવંત માને ગાંધી આશ્રમની લીધી મુલાકાત

આ પણ  વાંચો : શિક્ષકે વિદ્યાર્થીઓના ગ્રુપમાં મોકલ્યા અશ્લીલ વીડિયો, પછી વાલીઓએ કર્યું એવું કે….