Sports/ આપણે ગુજરાત ટાઇટન્સ સામે હાર સ્વીકારી, અહિંયા નબળા માટે કોઈ સ્થાન નથી: ગૌતમ ગંભિર

ગૌતમ ગંભીરે વીડિયોમાં કહ્યું, “હારવામાં કોઈ નુકસાન નથી. ક્રિકેટની રમતમાં એક ટીમ હારે છે અને એક જીતે છે. પરંતુ આપણે ગુજરાત ટાઇટન્સ સામે હાર સ્વીકારી…

Top Stories Sports
નબળા માટે કોઈ સ્થાન નથી

નબળા માટે કોઈ સ્થાન નથી: IPL 2022માં અત્યાર સુધી લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ સિઝન હોવા છતાં આ ટીમે 12માંથી 8 મેચ જીતી છે. પરંતુ લખનૌને મંગળવારે ગુજરાત ટાઇટન્સ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 144 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની આખી ટીમ 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લખનૌના બેટ્સમેનો પુરી 20 ઓવર પણ રમી શક્યા ન હતા. આ હારથી ટીમનો મેન્ટર ગૌતમ ગંભીર ઘણો નારાજ થયો હતો. મેચ બાદ તેણે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓની ઉગ્ર ક્લાસ લીધી હતી. તેનો વીડિયો લખનઉ સુપર જાયન્ટ્સે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

https://www.instagram.com/reel/CdZKhChsmS8/?utm_source=ig_web_copy_link

ગૌતમ ગંભીરે વીડિયોમાં કહ્યું, “હારવામાં કોઈ નુકસાન નથી. ક્રિકેટની રમતમાં એક ટીમ હારે છે અને એક જીતે છે. પરંતુ આપણે ગુજરાત ટાઇટન્સ સામે હાર સ્વીકારી હતી. આજની સરખામણીમાં આપણે ઘણા નબળા હતા અને IPL જેવી ટુર્નામેન્ટમાં નબળા માટે કોઈ સ્થાન નથી. આપણે પહેલા પણ સારું પ્રદર્શન આપ્યું છે અને સારી ટીમોને હરાવી છે. પરંતુ આજની મેચ જોઈને એવું લાગી રહ્યું હતું કે આપણને રમતની કોઈ સમજ નથી. ગુજરાતે આ મેચમાં સારી બોલિંગ કરી, તેમાં કોઈ શંકા નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા બોલરો પાસેથી પણ એવી જ અપેક્ષા રાખવામાં આવે છે અને આપણે આ પ્રકારના પડકાર માટે દિવસ-રાત પ્રેક્ટિસ કરીએ છીએ. આવી સ્થિતિમાં આપણે બોધપાઠ લેવો જોઈએ.”

લખનૌ સુપર જાયન્ટ્સ સામે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 144 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી શુભમન ગીલની અડધી સદીને બાદ કરતાં કોઈ પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. જીતના લક્ષ્યનો પીછો કરતા લખનૌની શરૂઆત સારી રહી ન હતી. ક્વિન્ટન ડી કોક અને કેપ્ટન કેએલ રાહુલ સસ્તામાં આઉટ થયા હતા. આ પછી ટીમનો મિડલ ઓર્ડર પણ બરબાદ થઈ ગયો હતો અને આખી ટીમ 13.5 ઓવરમાં 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રાશિદ ખાને 4 વિકેટ લીધી હતી. જ્યારે યશ દયાલ અને સાઈ કિશોરે પણ 2-2 વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ગુજરાતે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

આ પણ વાંચો GSEB 12th Science Result/ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ-ગુજકેટનું પરિણામ 12 મે ના રોજ થશે જાહેર, શિક્ષણમંત્રીએ આપી માહિતી