મહેસાણા/ પોલિસ હેડકવાર્ટર ખાતે દશેરા નિમિતે શસ્ત્ર તથા અશ્વ પૂજન કરવામાં આવ્યું

વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના આ ઉત્સવે આપણે સૌએ પણ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીએ

Gujarat Others
SSS પોલિસ હેડકવાર્ટર ખાતે દશેરા નિમિતે શસ્ત્ર તથા અશ્વ પૂજન કરવામાં આવ્યું

દશેરાના પાવન પર્વ ની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને ગુજરાતીઓના પ્રિય જલેબી ફાફડા તો ખવાય જ છે પરંતુ આ ઉપરાત આજના દીવસે શત્રુ અને ખરાબ શક્તિ સામે વિજય મેળવવા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા આ પૂજન કરીને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે.

મહેસાણા જિલ્લા પોલિસ હેડકવાર્ટર ખાતે પોલીસ વડા ડો.પાર્થ રાજસિંહ ગોહિલ ના હસ્તે પોલિસ ના શસ્ત્રો તથા અશ્વ નું આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી ને પૂજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો ;JEE Advanced Result 2021 / JEE એડવાન્સ્ડનું પરિણામ જાહેર, TOP 100માં ગુજરાતના 10 વિદ્યાર્થિઓએ માર્યુ મેદાન

આજરોજ મહેસાણા પોલિસ હેડકવાર્ટર ખાતે દશેરા નિમિતે શસ્ત્ર તથા અશ્વ નું પૂજન રાખવામાં આવેલ સદીઓથી શસ્ત્રોનો ઉપયોગ રક્ષણ માટે થતો આવ્યો છે. શસ્ત્ર વિનાશનું પણ ચિન્હ છે અને રક્ષણ નું પણ ચિન્હ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે પોલીસના શસ્ત્રો હંમેશા સમાજના રક્ષણ માટે ઉઠે અને સમાજમાં સજ્જનો નું રક્ષણ થાય એવા આશય સાથે આજે અશ્વ તથા શસ્ત્રો નું પૂજન કરવામાં આવેલ છે.

વિજ્યાદશમી પર્વે શસ્ત્ર પૂજનનો અનેરો મહિમા છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના આ ઉત્સવે આપણે સૌએ પણ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે.

આ પણ વાંચો ;આગ જ આગ / અંકલેશ્વર અને અમદાવાદમાં આગની ઘટના, ત્રણ લોકો દાઝ્યા