Weather News: જુલાઈની શરૂઆતમાં દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાની ગતિ ધીમી પડી હતી. વરસાદમાં આવેલા વિરામને કારણે અનેક રાજ્યોમાં ગરમી અને બફારામાં વધારો થયો હતો. જોકે હવે હવામાન (Weather Update) સંબંધિત નવી માહિતી મુજબ બંગાળની ખાડીમાં (Bay of Bengal) એક નવી લો-પ્રેશર સિસ્ટમ (Low Pressure Area) સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ ફરી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી પર ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને સેટેલાઇટ તસવીરોમાં પણ મોટા પ્રમાણમાં વાદળો સક્રિય થતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ સામાન્ય રીતે લો-પ્રેશર સિસ્ટમના વિકાસ તરફ સંકેત આપે છે, જે ચોમાસાને ફરી સક્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા?

પ્રાથમિક અંદાજ મુજબ આગામી 2થી3 દિવસમાં આ સિસ્ટમ(Weather Update) ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી શકે છે. તેની અસરથી શરૂઆતમાં પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. ત્યારબાદ સિસ્ટમની અસર ધીમે-ધીમે મધ્ય ભારત અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો સુધી પહોંચવાની શક્યતા છે.
ખેડૂતો માટે રાહત
તાજેતરમાં વરસાદના અભાવે ખરીફ પાકોની વાવણી પર અસર પડી રહી હતી. જો નવી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે તો ડાંગર સહિતના ખરીફ પાકોને જરૂરી ભેજ મળશે અને ખેતીને રાહત મળી શકે છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલનો યુ-ટર્ન: ફરી હવામાનની આગાહી શરૂ, ખેડૂતોમાં ખુશીની લહેર
આ પણ વાંચો: ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી, 13-14 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ
આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી જાહેરાત: હવે વરસાદની આગાહી નહીં કરે, કહ્યું- લોકોનો સપોર્ટ મળશે તો ફરી વિચાર કરીશ
