સૌરાષ્ટ્ર/ રાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટનું એરપોર્ટ પર વોટર કેનનથી સ્વાગત

રાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટનું એરપોર્ટ પર વોટર કેનનથી સ્વાગત

Gujarat Rajkot
womens day 9 રાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટનું એરપોર્ટ પર વોટર કેનનથી સ્વાગત

સીએમના હોમટાઉન રાજકોટમાં એરપોર્ટ પર આજે રાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટનું આગમન થયું હતું. આ સમયે એરપોર્ટ પર પ્રથમ વખત આવતી રાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટનું ફાયર વિભાગ દ્વારા વોટર કેનન મદદથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે પ્રથમ ફ્લાઇટમાં આવેલા મુસાફરોને એરપોર્ટ ઓથોરિટી દ્વારા મીઠાઇ ખવડાવી મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટ-હૈદરાબાદ ફ્લાઇટ શરૂ થવાથી રાજકોટ અને સૌરાષ્ટ્રભરના મુસાફરો તેમજ રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારના વેપારીઓ માટે પણ ફાયદો થવાનું માનવામાં આવી રહ્યું છે.

મહેસાણા / સતલાસણા તાલુકા પંચાયતમાં સત્તાની ખુરશી માટે ભાજપ-કોંગ્રેસ આમને-સામને

Inflation / ગુજરાતમાં વિકાસ સાથે મોંઘવારીનું મોડલ ?

એપ્રિલ મહિનાથી દિવસમાં 11 ફ્લાઇટ શરૂ થશે
રાજકોટ એરપોર્ટ ઉપર આગામી એપ્રિલ માસથી વિમાનોનો ટ્રાફિક ફુલ થઈ જનાર છે. દિવસ દરમિયાન કુલ 11 જેટલી ફ્લાઈટની આવજ-જાવનના કારણે આખો દિવસ એરપોર્ટ સતત ધમધમતુ રહેશે. રાજકોટ એરપોર્ટ ઉપર આગામી એપ્રિલ માસથી 11 ફલાઈટનું સમયપત્રક જાહેર કરી દેવાયું છે. જેમાં દરરોજ મુંબઈની 5 ફ્લાઈટ, દિલ્હીની 3 ફ્લાઈટ, બેંગ્લોરની 2 અને હૈદરાબાદની 2 ફ્લાઈટનો સમાવેશ થાય છે.

@હેમાંગી જાની