T20 World Cup/ શ્રીલંકા વિરુદ્ધ હાર બાદ વેસ્ટ ઈન્ડિઝનાં ઓલરાઉન્ડર ખેલાડી ડ્વેન બ્રાવોએ કરી નિવૃત્તિની જાહેરાત

અબુ ધાબીમાં શ્રીલંકા વિરુદ્ધ 20 રનથી હાર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ T20 વર્લ્ડકપ સેમિફાઈનલ રેસમાંથી બહાર થઈ ગયા બાદ બ્રાવોએ તેના નિર્ણયની પુષ્ટિ કરી હતી.

Top Stories Sports
ડ્વેન બ્રાવો નિવૃત્ત

વેસ્ટ ઈન્ડિઝનાં ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તે વર્તમાન ICC પુરૂષ વિભાગનાં વર્લ્ડકપનાં સમાપન પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. અબુ ધાબીમાં શ્રીલંકા વિરુદ્ધ 20 રનથી હાર્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ T20 વર્લ્ડકપ સેમિફાઈનલ રેસમાંથી બહાર થઈ ગયા બાદ બ્રાવોએ તેના નિર્ણયની પુષ્ટિ કરી હતી.

આ પણ વાંચો – Festival / દિવાળી પર ફટાકડાને લઇને આ શું બોલ્યા યુવરાજ સિંહ, Viral થયો Video

વેસ્ટ ઈન્ડિઝનાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં આવનાર ડ્વેન બ્રાવોએ ગુરુવારે T20 વર્લ્ડકપમાં શ્રીલંકાનાં હાથે મળેલી હાર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. તે શનિવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેમની કારકિર્દીની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. શ્રીલંકાનાં T20 વર્લ્ડકપમાં પાંચ મેચમાં આ બીજી જીતથી વેસ્ટ ઈન્ડિઝની સેમિફાઈનલમાં પહોંચવાની આશા પણ સમાપ્ત થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા હવે ગ્રુપ વનમાંથી છેલ્લા ચારમાં સ્થાન મેળવવાની રેસમાં છે, જ્યારે ઈંગ્લેન્ડ પહેલાથી જ સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી ચૂક્યું છે. આ અવસરે બ્રાવોએ કહ્યું, મને લાગે છે કે નિવૃત્તિ લેવાનો સમય આવી ગયો છે. મારી કારકિર્દી શાનદાર રહી છે. મેં 18 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કરતા ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. હું મારી ટીમનું પ્રતિનિધિત્વ કરવા માટે ખૂબ જ આભારી છું અને કેરેબિયન લોકોએ આટલા લાંબા સમય સુધી મારા પર જે પ્રેમ વરસાવ્યો તે અદ્ભુત છે. જણાવી દઇએ કે, બ્રાવો તે વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ હતો જેણે 2012 અને 2016 માં T20 વર્લ્ડકપ તેના નામે કર્યો હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે અત્યાર સુધીમાં કુલ 90 T20 મેચ રમી છે અને તેણે 1245 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 78 વિકેટ પણ લીધી છે.

આ પણ વાંચો – T20 World Cup / રાહુલ દ્રવિડનાં ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કોચ તરીકે નિયુક્તિ પર ગાંગુલી અને જય શાહે આપી આવી પ્રતિક્રિયા

શ્રીલંકા વિરુદ્ધની આ મેચમાં બ્રાવો બોલ અને બેટ બંનેથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 189 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. અહીં બ્રાવોએ ચાર ઓવરનાં ક્વોટામાં 42 રન ફટકાર્યા અને આ સમયગાળા દરમિયાન તેને માત્ર પથુન નિસાંકાની વિકેટ મળી. આ પછી જ્યારે બેટિંગની વાત આવી તો વેસ્ટ ઈન્ડિઝનો આ અનુભવી ખેલાડી 3 બોલમાં 2 રન બનાવીને વાનિંદુ હસરંગાનાં બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ટીમ માટે શિમરોન હેટમાયરે 54 બોલમાં 81 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ્સ જીતવા માટે પૂરતી ન હોતી અને આમ બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.