IND VS WI/ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ પહોંચી અમદાવાદ, 6 ફેબ્રુઆરીએ શરૂ થશે સીરીઝની પ્રથમ મેચ

ભારતીય પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ મેચની વનડે સીરીઝ રમાશે. ભારતીય ટીમ અમદાવાદ પહોંચી ચૂકી છે.

Sports
1 2022 02 02T070641.870 વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ પહોંચી અમદાવાદ, 6 ફેબ્રુઆરીએ શરૂ થશે સીરીઝની પ્રથમ મેચ

ભારતીય પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રણ મેચની વનડે સીરીઝ રમાશે. ભારતીય ટીમ અમદાવાદ પહોંચી ચૂકી છે. 6 ફેબ્રુઆરી પહેલા બંને ટીમ અમદાવાદમાં પ્રેક્ટિસ કરશે.

આ પણ વાંચો – IPL 2022 Update / IPL 2022 ખેલાડીઓની હરાજી યાદી જાહેર, રિઝર્વ પ્રાઇસ કેટેગેરીમાં 48 ખેલાડીઓ સામેલ

વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ મંગળવારે રવાના થઈ હતી અને ભારતીય સમય મુજબ બુધવારે વહેલી સવારે અમદાવાદ પહોંચી હતી. વિન્ડીઝ ક્રિકેટનાં ઓફિશિયલ પેજ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં કેરેબિયન ખેલાડીઓ એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતા વિન્ડીઝ ક્રિકેટે લખ્યું, ‘અમે સુરક્ષિત રીતે અમદાવાદ પહોંચી ગયા છીએ.’ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણી ખાલી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે 75 ટકા દર્શકો T20 શ્રેણી માટે સ્ટેડિયમમાં જઈ શકશે.

1 2022 02 02T070417.999 વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ પહોંચી અમદાવાદ, 6 ફેબ્રુઆરીએ શરૂ થશે સીરીઝની પ્રથમ મેચ

ભારતની ODI ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધા કૃષ્ણ , અવેશ ખાન.

ભારત ટી20 ટીમ

રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ અય્યર, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કેએલ રાહુલ, ઈશાન કિશન, ઋષભ પંત, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર ખાન, અવનેશ કુમાર, હર્ષલ પટેલ.

આ પણ વાંચો – IND VS WI / રાજ્યનાં ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકોને No-Entry

વેસ્ટ ઈન્ડિઝની ODI ટીમ

ડેરેન બ્રાવો, શમરાહ બ્રૂક્સ, બ્રાન્ડોન કિંગ, કિરન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલન, એનક્રુમા બોનર, જેસન હોલ્ડર, શાઈ હોપ, નિકોલસ પૂરન, અકીલ હુસેન, અલઝારી જોસેફ, કીમર રોચ, રોમારિયો શેફર્ડ, ઓડિન સ્મિથ, હેડન વોલ્શ.

વેસ્ટ ઈન્ડિઝ T20 ટીમ

ડેરેન બ્રાવો, બ્રાન્ડોન કિંગ, રોવમેન પોવેલ, કિરન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલન, રેસ્ટોન ચેઝ, જેસન હોલ્ડર, કાયલ મેયર્સ, નિકોલસ પૂરન, શાઈ હોપ, શેલ્ડન કોટ્રેલ, ડોમિનિક ડ્રેક્સ, અકીલ હોસેન, રોમારિયો શેફર્ડ, ઓડિન સ્મિથ, હેડન વોલ્શ .