Not Set/ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, કમોસમી વરસાદ અને કરા પડવાની વકી

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે કમોસમી વરસાદની ભીતિ સર્જાઈ છે.

Gujarat Others Trending
રાજકોટ 11 રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, કમોસમી વરસાદ અને કરા પડવાની વકી

રાજ્યમાં હવે ખેડૂતોને પડયા પર પાટૂ જેવી સ્થિતિનું નિર્માણ થવા જઇ રહ્યું છે. કારણકે એકબાજુ કોરોનાકાળ હજી ગયો નથી,બીજી બાજુ હજી સીઝનની શરૂઆત થઇ રહી છે ત્યાં જ ઉનાળાની શરૂઆતે મહામાવઠાની આગાહી થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો

કમોસમી વરસાદ અને કરા પડવાની વકી

ગુજરાત, રાજસ્થાન,મધ્યપ્રદેશમાં થઇ શકે અસર

ઉ.ગુજરાત, કચ્છ અને દ.ગુજરાતમાં માવઠાંની આગાહી

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે કમોસમી વરસાદની ભીતિ સર્જાઈ છે. માર્ચ મહિનામાં ચોથી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયુ છે. જેને પગલે હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં માવઠાની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સુધી માવઠાની અસર જોવા મળી શકે છે. રાજ્યમાં હજી તો ઉનાળાની શરૂઆત થઇ છે ત્યાં જ પાંચ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે જેને લઇને હવે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફેલાયું છે.

ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતમાં તોફાની પવન ફૂંકાયા

હવામાન વિભાગે પૂર્વોત્તરમાં એલર્ટ જાહેર કર્યુ

મધ્ય ભારતમાં વરસાદી ઝાપટાં પડ્યા

બિહાર-ઉત્તર પ્રદેશમાં તંત્ર દ્વારા વરસાદનું એલર્ટ

ગુજરાત ઉપરાંત ઉત્તર ભારતમાં તોફાની પવન ફૂંકાયો હોવાના અહેવાલ સામે આવ્યા હતા. રાજસ્થાનના રણપ્રદેશમાં વંટોળ ઉઠતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.  હવામાન વિભાગે ઉત્તર ભારતના પંજાબ, દિલ્હી, ચંડીગઢ, રાજસ્થાન, હરીયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં એલર્ટ જાહેર કર્યુ છે. તો મધ્ય ભારતમાં વરસાદી ઝાપટાં પડવાની ભીતિ વ્યકત કરાઇ છે.  જ્યારે બિહાર-ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાની શક્યતાના પગલે લોકોને ચેતવણી આપવામાં આવી છે.

જો માવઠું થશે તો ઉનાળુપાકને થઇ શકે નુકસાન

કોરોનાકાળમાં ખેડૂતોને આવશે રોવાનો વારો

હજી કોરોનાની ઘાત ગઇ નથી ત્યાં નવી આગાહી

રવિપાક સહિત પાકોને નુકસાનની શકયતા

આખરે કયાં જશે ધરતીનો તાત…!

મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે હવામાન વિભાગે માવઠાંની આગાહી કરી છે.  જેને કારણે ધરતીપુત્રોને રવિપાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કોરોના મહામારીને કારણે ખેડૂતોને પાકના યોગ્ય ભાવ ન મળતા નુકસાન વેઠ્યુ છે. હવે જો હવામાન વિભાગની આગાહી સાચી ઠરે અને કમોસમી વરસાદ સાથે કરા પડે તો રવિ સહિત ઉનાળુ પાકને નુકસાન થતાં એકબાજુ મોંઘવારી વધી શકે છે તો બીજી બાજુ તાતને માથે ઘાત સાબિત થઇ શકે છે.